શિયાળામાં વિટામિન Aથી ભરપૂર આ 5 શાકભાજીનું કરો સેવન, રહેશો ફિટ એન્ડ ફાઈન

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
શિયાળામાં વિટામિન Aથી ભરપૂર આ 5 શાકભાજીનું કરો સેવન, રહેશો ફિટ એન્ડ ફાઈન 1 - image


                                                         Image Source: Freepik

અમદાવાદ, તા. 02 નવેમ્બર 2023 ગુરૂવાર

સ્વસ્થ રહેવા માટે વિટામિન એ જરૂરી છે. વિટામિન એ આપણા શરીરના ઘણા અંગોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. બાળકોના યોગ્ય વિકાસ માટે પણ વિટામિન એ ખૂબ જરૂરી છે. આંખોની રોશની તેજ કરવા, ત્વચાની સારસંભાળ કરવા અને શરીરમાં બ્લડ યોગ્ય રીતે જાળવી રાખવા માટે વિટામિન એ જરૂરી છે. લાંબા સમય સુધી વિટામિન એ ની ઉણપ થવાથી એનીમિયાનું જોખમ વધી જાય છે. ઘણા રિસર્ચમાં એ પણ સામે આવ્યુ છે જો શરીરમાં વિટામિન એની ઉણપ રહે છે તો તેનાથી સ્કિન કેન્સર થવાનું જોખમ વધી જાય છે. દરમિયાન તમારે પોતાની ડાયટનું ખાસ ધ્યાન રાખવુ. શિયાળામાં વિટામિન એ થી ભરપૂર ફળ અને શાકભાજીઓ ખૂબ મળે છે. તમે આ 5 શાકભાજીઓને ડાયટમાં સામેલ કરીને વિટામિન એ ની ઉણપને પૂર્ણ કરી શકો છો.

વિટામિન એ થી ભરપૂર શાકભાજીઓ

ગાજર

ઠંડીમાં લાલ રંગના ગાજર આવવા લાગે છે. ગાજરમાં વિટામિન એ સૌથી વધુ હોય છે. દરરોજ લગભગ એક વાટકી ગાજર ખાવાથી શરીરમાં વિટામિન એ ની 334 ટકા ઉણપને પૂર્ણ કરી શકાય છે. ગાજર ખાવા આંખો માટે ખૂબ ફાયદાકારક હોય છે. તમે શાકભાજી, સલાડ કે પછી જ્યૂસના રૂપમાં ગાજરનો ઉપયોગ કરી શકો છો.

કોળુ

કોળુનો સ્વાદ ભલે અમુક લોકોને પસંદ ન આવતો હોય પરંતુ કોળુ આપણા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પોષણથી ભરપૂર કોળામાં બીટા કેરોટીનનું સારુ પ્રમાણ હોય છે જેનાથી શરીરને વિટામિન એ મળે છે. ખાસ વાત એ છે કે કોળુ તમામ સીઝનમાં સરળતાથી મળનારી શાકભાજી છે. 

ટામેટા

ટામેટા શાકભાજીઓનો સ્વાદ વધારે છે ટામેટા વિટામિન એ થી ભરપૂર શાકભાજી છે. ટામેટામાં વિટામિન એ ની સાથે-સાથે એન્ટી ઓક્સિડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. દરરોજ ટામેટા ખાવાથી શરીરમાં વિટામિન એ ની ઉણપને પૂરી કરી શકાય છે. ટામેટામાં લાઈકોપીન હોય છે જેનાથી કેન્સરના જોખમને ઘટાડી શકાય છે. ટામેટા બ્લડ શુગરને પણ કંટ્રોલ કરે છે.

લીલા ધાણા

ઠંડીમાં લીલા ધાણા શાકભાજીનો સ્વાદ વધારી દે છે. તેની સુગંધ જેટલી સારી લાગે છે, એ તેટલુ જ વધુ ફાયદાકારક પણ છે. લીલા ધાણા ખાવાથી શરીરમાં વિટામિન એ ની ઉણપને પૂરી કરી શકાય છે. જેમાં એન્ટી ઓક્સિડેન્ટનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. તમે શાકભાજી, પરાઠા કે ચટણીના રૂપમાં લીલા ધાણા જરૂર ખાવ.

શક્કરિયા

શિયાળામાં સ્વાદિષ્ટ અને આરોગ્યનો ખજાનો મનાતા શક્કરિયા પણ મળે છે. શક્કરિયામાં મોટા પ્રમાણમાં વિટામિન એ હોય છે. ખાસ કરીને નારંગી રંગના શક્કરિયા ખાવાથી વિટામિન એ ની ઉણપને પૂરી કરી શકાય છે. બાળકોના આરોગ્ય માટે પણ શક્કરિયા ફાયદાકારક હોય છે. તમે દરરોજ 1-2 શક્કરિયા જરૂર ખાવામાં સામેલ કરો.


Google NewsGoogle News