શરીરમાં વિટામિન C ની ઉણપ જણાય તો કરો આ 5 શાકભાજીનું સેવન

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
શરીરમાં વિટામિન C ની ઉણપ જણાય તો કરો આ 5 શાકભાજીનું સેવન 1 - image


                                                         Image Source: Freepik

અમદાવાદ, તા. 04 ઓક્ટોબર 2023 બુધવાર

વિટામિન સી એક એવુ વિટામિન છે જે શરીર માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. આ વિટામિન શરીર માટે જરૂરી હોય છે અને ઘણા પ્રકારના રોગોથી બચાવે છે. આગામી શિયાળામાં જો તમે કોઈ ફળના સેવન વિના વિટામિન સી મેળવવા માગો છો તો આ શાકભાજીઓને ખાઈ શકો છો. 

શિમલા મિર્ચ

આમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન C હોય છે. વિટામિન C થી હાડકાઓ અને દાંતોના આરોગ્યને જાળવી શકાય છે.

કોબીજ

કોબીજ પણ વિટામિન C નો સારો સ્ત્રોત છે અને આ આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. વિટામિન સી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરવામાં મદદરૂપ છે.

લીલા ધાણા

લીલા ધાણા વિટામિન C નો જોરદાર સ્ત્રોત છે. વિટામિન C ઘણા પ્રકારના ઈન્ફેક્શનો સામે લડવામાં મદદ કરી શકે છે.

બ્રોકલી

વિટામિન સી ના ઉપયોગથી ત્વચાનું આરોગ્ય જાળવવામાં મદદ કરવામાં આવી શકે છે અને તેને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. બ્રોકલી વિટામિન સી ની સાથે વિટામિન કે, વિટામિન એ અને ફાઈબરનો પણ સારો સ્ત્રોત છે.

લીંબુ

લીંબુ દરરોજની જરૂરિયાતના 51% વિટામિન આપે છે. 


Google NewsGoogle News