સવારે ઉઠીને ખાલી પેટ આ 5 પીણાનું કરો સેવન, રહેશો ફિટ એન્ડ ફાઈન

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
સવારે ઉઠીને ખાલી પેટ આ 5 પીણાનું કરો સેવન, રહેશો ફિટ એન્ડ ફાઈન 1 - image


                                                      Image Source: Freepik

અમદાવાદ, તા. 20 સપ્ટેમ્બર 2023 બુધવાર

સ્વસ્થ રહેવુ હોય તો હૃદયને હેલ્ધી રાખવુ ખૂબ જરૂરી છે. શરીરની સાથે-સાથે હૃદયને સ્વસ્થ રાખવુ હોય તો સવારે ઉઠીને ખાસ ડાયટ ફોલો કરો. ખાલી પેટ અમુક ખાસ જ્યૂસને પોતાની ડાયટનો ભાગ બનાવવો જોઈએ. આ ખાસ ડ્રિન્ક કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલમાં રાખે છે. તમારુ દિલ કેટલુ વધુ હેલ્ધી છે એ તમારી ખાણીપીણી અને લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલુ છે.  

હાર્ટને હેલ્ધી રાખવા માટે ખાલી પેટ આ પીણાને પીવો

ગરમ લીંબુ પાણી

તમારા દિવસની શરૂઆત એક ગ્લાસ ગરમ લીંબુ પાણીથી કરો. લીંબુ વિટામિન સી અને એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. આ સોજાને ઘટાડે છે અને લોહીના દબાણને ઘટાડવામાં પણ મદદ કરે છે. આ પાચન અને શરીરમાંથી ઝેરીતત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. 

ગ્રીન ટી

ગ્રીન ટી કેટેચિન નામના એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. જે હૃદયના આરોગ્યમાં સુધારા સાથે જોડાયેલી છે. ખાલી પેટ એક કપ ગ્રીન ટી પીવાથી કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવા અને બ્લડ સર્ક્યુલેશનના કાર્યમાં સુધારો કરવામાં મદદ મળી શકે છે.

બીટનો જ્યૂસ

બીટનો જ્યૂસ ઘણા પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. બીટ પોષક તત્વોનું પાવરહાઉસ હોય છે. આમાં મોટા પ્રમાણમાં નાઈટ્રેટ હોય છે જે બ્લડ સર્ક્યુલેશનને સારુ રાખે છે. સાથે જ બીપીને કંટ્રોલમાં રાખે છે. ખાલી પેટ બીટનો જ્યૂસ પીવાથી તમારા હૃદયને ખૂબ વધુ ફાયદો થાય છે. 

હળદરવાળુ દૂધ

હળદરમાં કરક્યૂમિન હોય છે, જે એક શક્તિશાળી સોજાવિરોધી ઔષધિ છે. ગરમ દૂધમાં એક ચમચી હળદર મિક્સ કરવાથી એક શ્રેષ્ઠ પીણુ બની જાય છે જેને ગોલ્ડન મિલ્ક કહેવામાં આવે છે. નિયમિતરીતે આનું સેવન કરવાથી આ સોજાને ઓછા કરવા અને હૃદયનું આરોગ્ય સારુ રાખવામાં મદદ કરે છે. 

ક્રેનબેરી જ્યૂસ

ક્રેનબેરી એન્ટીઓક્સિડેન્ટ અને પોલીફેનોલ્સથી ભરપૂર હોય છે જે હૃદય રોગના જોખમને ઘટાડીને હૃદયના આરોગ્યને સારુ રાખે છે. વધુ પડતી શુગરથી બચવા માટે મિઠાસવાળી ક્રેનબેરીનો જ્યૂસ પસંદ કરો. આ જ્યૂસને તમે ખાલી પેટ જો દરરોજ પીશો તો આનાથી શરીર હેલ્ધી રહેશે સાથે જ હૃદય પણ હેલ્ધી રહેશે. 


Google NewsGoogle News