Uric Acid: શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જવાની સમસ્યાથી બચવા માટે કરો આ 4 ફળનું સેવન

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
Uric Acid: શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જવાની સમસ્યાથી બચવા માટે કરો આ 4 ફળનું સેવન 1 - image


                                                       Image Source: Freepik

અમદાવાદ, તા. 06 ઓક્ટોબર 2023 શુક્રવાર

શરીરમાં યુરિક એસિડનું વધવુ ગાઉટની સમસ્યાનું કારણ બની શકે છે. આ તમારા હાડકાઓમાં પથરી તરીકે જમા થઈ શકે છે અને એક ગેપ પેદા કરે છે, જેનાથી સોજા સાથે ખૂબ દુખાવો થાય છે. તેની શરૂઆત ખરાબ પ્રોટીન મેટાબોલિઝ્મથી થાય છે જેમાં શરીર પ્રોટીનના વેસ્ટ પ્રોડક્ટ પ્યૂરિનને પચાવી શકતા નથી અને આ ફરી ધીમે-ધીમે શરીરમાં જમા થવા લાગે છે. દરમિયાન જરૂરી છે કે તમે ફાઈબર અને વિટામિન સીથી ભરપૂર તે ફળોને ખાવ જે પ્યૂરિન મેટાબોલિઝ્મને ઝડપી કરવા સાથે હાડકાઓ સાથે જમા પથરીને ઓગાળવામાં મદદ કરે. 

યુરિક એસિડ ઘટાડવા માટે સૌથી સારુ ફળ કયુ છે

1. સંતરા

સંતરામાં વિટામિન સી નું સૌથી વધુ પ્રમાણ હોય છે. આ સિવાય તેમાં પાણીનું પણ સારુ પ્રમાણ હોય છે. આ બંને ગુણ હાઈ યુરિક એસિડ વાળા લોકો માટે કારગર રીતે કામ કરે છે. વિટામિન સી પોતાના સાઈટ્રિક ગુણોથી પ્યૂરિનની પથરીઓને તોડે છે તેમજ સંતરાનો રસ તેને પોતાની સાથે ફ્લશ આઉટ કરવામાં મદદ કરે છે. આ સિવાય સંતરાના ફાઈબર પ્રોટીન મેટાબોલિઝ્મને ઝડપી કરે છે અને તેના પાચનમાં મદદરૂપ છે.

2. દ્રાક્ષ

દ્રાક્ષમાં તમને વિટામિન સી તો મળશે જ પરંતુ, ફાઈબર પણ મળશે. આ સિવાય આમાં લેક્સટેસિવ ગુણ પણ છે જે પ્યૂરિનની પથરીઓ સાથે ચોંટીને તેના મળની સાથે બહાર નીકળવામાં મદદ કરે છે. આ સિવાય તેનુ વિટામિન સી પોતાના એસિડિક ગુણોથી પ્યૂરિનની પથરીઓને પચાવવામાં મદદ કરે છે. આ રીતે હાઈ યુરિક એસિડમાં દ્રાક્ષ ખાવી ફાયદાકારક છે. 

3. અનાનસ

અનાનસમાં મળતા એન્જાઈમ બ્રોમેલેન પ્રોટીનને તોડવા અને સોજાને ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય તેનું વિટામિન સી અને ફાઈબર પણ યુરિક એસિડના દર્દીઓમાં પ્યૂરિન પચાવવા અને તેને ફ્લશ આઉટ કરવામાં પણ મદદરૂપ છે. 

4. સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરી ખાવી યુરિક એસિડના દર્દીઓ માટે ઘણા પ્રકારે ફાયદાકારક છે. સ્ટ્રોબેરી વિટામિન સી નો શ્રેષ્ઠ સ્ત્રોત છે, જે તમારા યુરિક એસિડના સ્તરને ઘટાડે છે અને સંધિવાના હુમલાને રોકવામાં મદદ કરે છે. યુરિક એસિડ વધી જવાથી તમે તેનો જ્યૂસ પી શકો છો અથવા એમ જ ખાઈ શકો છો. આ પેટ માટે પણ ખૂબ ફાયદાકારક છે. 


Google NewsGoogle News