એસિડિટી, ગેસ, કબજિયાત સહિતની આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે કરો જાંબુનું સેવન
Image Source: Wikipedia
અમદાવાદ, તા. 08 જુલાઈ 2023 શનિવાર
જાંબુ એક ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે. તેનો ખાટો-મીઠો સ્વાદ લોકોને ખૂબ પસંદ આવે છે. તેને ખાવાથી ઘણા બધા ફાયદા પણ મળે છે. જો તમે જાંબુ દ્વારા વધુમાં વધુ ફાયદો ઉઠાવવા માંગો છો તો તમે તેના વિનેગરનું સેવન કરો. આ તમને ઘણા બધા સ્વાસ્થ્ય લાભ આપી શકે છે.
જાંબુના વિનેગરના ફાયદા
1. જાંબુનો સરકો ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક છે. તેમાં હાજર પોલિફેનોલિક તત્વ ડાયાબિટીસ મેનેજ કરવામાં મદદ કરે છે. જાંબુમાં ફાઈબરનું પ્રમાણ પણ ખૂબ હોય છે. જેના કારણે તે બ્લડ શુગર લેવલમાં અચાનક વૃદ્ધિ રોકવામાં મદદ કરે છે.
2. જાંબુના વિનેગરમાં એસિટિક એસિડ અને ફાઈબરનું પ્રમાણ હોય છે. જે પાચનને સારુ બનાવવામાં મદદ કરી શકે છે. જો તમે એસિડિટી, ગેસ અને કબજિયાતની સમસ્યાથી પરેશાન હોવ તો તમે જાંબુનો જ્યુસ પી શકો છો.
3. જાંબુનું વિનેગર વિટામિન સી અને એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. આ ઈમ્યુનિટીને વધારવામાં મદદ કરી શકે છે. આ તમારા શરીરને ફ્રી રેડિકલથી થતા નુકસાનથી પણ બચાવવામાં મદદ કરી શકે છે.