Get The App

શિયાળામાં પાલક, મેથી સહિત આ ભાજીનું કરો વધુ સેવન, ઈમ્યૂનિટી થશે સ્ટ્રોંગ

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
શિયાળામાં પાલક, મેથી સહિત આ ભાજીનું કરો વધુ સેવન, ઈમ્યૂનિટી થશે સ્ટ્રોંગ 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 29 નવેમ્બર 2023 બુધવાર

ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. આ સીઝનમાં લોકો સ્વાદથી ભરપૂર ભોજન ખૂબ પસંદ કરે છે. શિયાળાની ઋતુમાં સરસવ, ચીલ, પાલક, મેથી જેવી ભાજી આવે છે પરંતુ શું તમે જાણો છો કે સ્વાદથી ભરપૂર આ ભાજીના શાક તમારા આરોગ્યનો ભરપૂર ખ્યાલ રાખે છે. આ સીઝનમાં તમે આ શાકનું સેવન કરીને ઘણી બીમારીઓથી છુટકારો મેળવી શકો છો. 

મેથીની ભાજી

મેથીમાં કેલ્શિયમ, મેંગનીઝ, વિટામિન એ અને વિટામિન સી હોય છે. આ સીઝનમાં કેલ્શિયમની ખૂબ જરૂર હોય છે, તેથી તેને પોતાની ડાયટમાં સામેલ કરો. સાથે જ શુગરના દર્દીઓ માટે મેથીની ભાજી ખૂબ લાભદાયી હોય છે. આમાં હાજર એમિનો એસિડ હાઈ બ્લડ શુગરને કંટ્રોલ કરે છે.

ચીલની ભાજી

ચીલની ભાજી લોકપ્રિય છે. ચીલની ભાજીનું રાયતુ, શાક ખૂબ ખાવામાં આવે છે. આમાં વિટામિન એ, બી અને સી હોય છે સાથે જ ઘણા અન્ય પૌષ્ટિક તત્વ અને એન્ટીઓક્સિડેન્ટ્સથી ભરપૂર છે. તેના સેવનથી તમને ટૂંક સમયમાં કોઈ પેટની તકલીફ થશે નહીં. આ શાક કબજિયાત અને ગેસથી છુટકારો પણ અપાવે છે. સાથે જ આ પાચનશક્તિને પણ મજબૂત બનાવે છે.

સરસવનું શાક

સરસવનું શાક શિયાળાની સીઝનમાં ખૂબ ખાવામાં આવે છે. જેમાં ફાઈબર, પ્રોટીન, વિટામિન કે, કેલ્શિયમ, વિટામિન બી 6, વિટામિન સી જેવા અન્ય પોષક તત્વ હોય છે. આ પોષક તત્વ ઠંડીની સીઝનમાં તમારી ઈમ્યૂનિટીને સ્ટ્રોંગ બનાવે છે.

પાલકનું શાક

પાલકનું શાક 12 મહિના ખાવામાં આવે છે પરંતુ આ સીઝનમાં આ શાકનું વેચાણ ખૂબ વધી જાય છે. સ્વાદ અને આરોગ્યથી ભરપૂર આ શાકમાં વિટામિન-એ, મેંગનીઝ, કેલ્શિયમ, પ્રોટીન અને ઘણા પોષક તત્વ હોય છે. પાલકને સુપરફૂડ કહેવામાં આવે છે. આ આરોગ્ય માટે કોઈ વરદાનથી ઓછુ નથી. આ વજન કંટ્રોલ કરવાની સાથે ઘણી સમસ્યાઓથી રાહત અપાવે છે. 


Google NewsGoogle News