Get The App

કબજિયાત ભાગી જશે, દિલ રહેશે હેલ્ધી, દરરોજ ખાઓ શેકેલા ચણા, જાણીલો ફાયદા

પેટમાં કબજીયાતની સમસ્યાથી હેરાન થઈ રહ્યા હોવ તો શેકેલા ચણાનું સેવન કરવાથી રાહત મળી શકે છે

કોઈને ડાયાબિટીસ હોય તો શેકેલા ચણા તેના માટે ફાયદાકારક રહે છે

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
કબજિયાત ભાગી જશે, દિલ રહેશે હેલ્ધી, દરરોજ ખાઓ શેકેલા ચણા, જાણીલો ફાયદા 1 - image
Image Envato 

તા. 1 ઓક્ટોબર 2023, રવિવાર 

Roasted Chana Benefits:આપણામાં એક કહેવત છે ને કે 'પહેલુ સુખ તે જાતે નર્યા' એટલે કે તમે જાતે તંદુરસ્ત અને નિરોગી રહો. આપણા આરોગ્ય (Health)ની જવાબદારી આપણી પોતાની છે. અને ભારતમાં એવા કેટલાક પોષકતત્વો આપણા ઘરમાં જ છે તેનો ઉપયોગ કરવો જ એ આપણા માટે મહત્વનું છે. શરીરને તંદુરસ્ત રાખવા માટે શેકેલા ચણા (Roasted Chana) રામબાણ ઈલાજ માનવામાં આવે છે. શેકેલા ચણામાં પ્રોટીન, ફાઈબર, મેંગેનીઝ, ફોલેટ, ફોસ્ફરસ, કોપર, ફેટી એસિડ, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન્સ જેવા ઘણા વિવિધ જરૂરી પોષક તત્વો ભરપુર પ્રમાણમાં રહેલા છે. તેનું સેવન કરવાથી શરીરને કેટલીય સમસ્યાઓમાંથી રાહત મળે છે તેમજ આ સિવાય પણ તેમા ઘણા ફાયદા હોય છે. 

શેકેલા ચણાના ફાયદા

કબજીયાતમાંથી છુટકારો 

પેટમાં કબજીયાતની સમસ્યાથી હેરાન થઈ રહ્યા હોવ તો શેકેલા ચણાનું સેવન કરવાથી રાહત મળી શકે છે. તેનાથી ડાઈજેશન પણ સારુ થાય છે. તેનાથી પેટથી જોડાયેલ દરેક સમસ્યાઓમાથી છુટકારો મળે છે. 

હૃદયના સ્વાસ્થ્ય માટે સારુ


શેકેલા ચણા દિલનો સાથી માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી દિલની બીમારી દુર રહે છે. શેકેલા ચણામાં મેગેનીઝ, ફોસ્ફોરસ, ફોલેટ ભરપુર માત્રામાં રહેલું છે. જે શરીર માટે સારુ કહેવામાં આવે છે. 

બ્લડ પ્રેસર કન્ટ્રોલમાં રહે છે. 

શેકેલા ચણામાં ફેટ અને કેલેરીની માત્રા ઓછી હોય છે અને પ્રોટીન અને ફાઈબરની માત્રા વધારે પ્રમાણમાં જોવા મળે છે. શેકેલા ચણામાં કોપર, મેગેનીઝ અને મેગ્નેશિયમ મળી રહે છે. જે સોજાને ઓછો કરી લોહીના નળીઓ બરોબર કરે છે. મેગનીઝ ઓક્સીડેટિવ સ્ટ્રેસને ઓછી કરવાનું કામ કરે છે. 

ડાયાબિટિસમાં ફાયદાકારક 

જો કોઈને ડાયાબિટીસ હોય તો શેકેલા ચણા તેના માટે ફાયદાકારક રહે છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે શેકેલા ચણામાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછુ હોય છે. જેના કારણે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. 

  કબજિયાત ભાગી જશે, દિલ રહેશે હેલ્ધી, દરરોજ ખાઓ શેકેલા ચણા, જાણીલો ફાયદા 2 - image

 


Google NewsGoogle News