સવાર-સાંજ વોકિંગ કરવા છતાં પણ નથી મળી રહ્યો ફાયદો, શું તમે પણ નથી કરી રહ્યા આ 5 ભુલ

વોકિંગનો ફાયદો ત્યારે જ મળે છે જ્યારે યોગ્ય રીતે કરવામાં આવે

વોક કરવાનો પુરો ફાયદો મેળવવો હોય તો સૌથી પહેલા તમારી બોડીની મુદ્રા સુધારવી જોઈએ

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News

તા. 18 ઓક્ટોબર 2023, બુધવાર 

Walking Mistakes : ફીટ (health) અને તંદુરસ્ત રહેવા માટે આજકાલ મોટી સંખ્યામાં લોકો એક્સરસાઈઝ અને વર્કઆઉટ કરતા હોય છે. જેમા મોટાભાગના લોકો ભારે કસરત કરવાને બદલે સવાર - સાંજ વોકિંગ (Morning- evening walk) કરવા નિકળી જતા હોય છે. વોકિંગ પણ ફિટનેસ માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો કે, વોકિંગનો ફાયદો ત્યારે જ મળે છે જ્યારે યોગ્ય રીતે કરવામાં આવે. એટલા માટે જ્યારે વોક પર નિકળતા પહેલા કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેનાથી સ્વાસ્થ્ય સારુ રહે છે. આવો આજે વોકિંગ દરમ્યાન મુખ્યત્વે લોકો કઈ કઈ ભુલો (Walking Mistakes) કરે છે. 

યોગ્ય મુદ્રામાં વોકિંગ કરવું જોઈએ

વોક કરવાનો પુરો ફાયદો ઉઠાવવા માંગો છો તો સૌથી પહેલા તમારી બોડીની મુદ્રા સુધારવી જોઈએ. બોડીની મુદ્રા બરોબર હોય તો યોગ્ય રીતે શ્વાસ લઈ શકાય છે. ચાલતી વખતે શરીરને ક્યારેય નીચેની તરફ ન ઝુકાવવું જોઈએ. તેનાથી પીઠમાં તણાવ આવે છે, અને સંતુલન બગડે છે. 

ચાલતી વખતે હાથોને સ્વિંગ નથી કરતા

ઘણા લોકોની આદત હોય છે કે ચાલતી વખતે હાથ હલાવતા નથી,અને અક્કડ થઈને ચાલે છે, આ રીતે ચાલવાથી શરીરને પુરો ફાયદો મળતો નથી. ખરેખર વોક કરતી વખતે હાથોને સ્વિંગ કરવા સારુ માનવામાં આવે છે. આનાથી ચાલવાની ક્ષમતામાં સુધારો આવે છે અને શરીરનું સંતુલન પણ બની રહે છે. 

યોગ્ય શુઝ પહેરવા જોઈએ

વોક કરવાની સાથે સાથે યોગ્ય શુઝ પહેરવા જરુરી છે. જો યોગ્ય પ્રકારના શુઝ પહેર્યા વગર વોક કરવામાં આવે તો મુશ્કેલી વધી શકે છે. તેના કારણે પેટ સાથે જોડાયેલ સમસ્યા પેદા થાય છે. તેમજ પગમાં છાલા પડી જાય છે. 

શરીરને હાઈડ્રેડ રાખો

વોક કરતી વખતે શરીરને હંમેશા હાઈડ્રેડ રાખવું જોઈએ. તેનાથી થાક અને કમજોરી નથી આવતી. શરીરને હાઈડ્રેટ ન રાખવાથી સ્નાયુઓમાં થાક અને ખેચાણ આવે છે. એટલા માટે દિવસભર પુરતા પ્રમાણમાં પાણી પીવુ જોઈએ.  

વોક કરતી વખતે પુરુ ધ્યાન ચાલવા પર હોવુ જોઈએ

કેટલાક લોકો ચાલતી વખતે નીચેની તરફ જોતા હોય છે. તો વળી કેટલાક લોકો મોબાઈલમાં જોતા જોતા ચાલતા હોય છે. એવામાં વોકિંગમાં થતા ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે. તેના કારણે પીઠ અને શરીરમાં દુખાવો થવાની સમસ્યા વધી જાય છે. એટલે વોક કરતી વખતે પુરુ ધ્યાન ચાલવા પર હોવુ જોઈએ. 

સવાર-સાંજ વોકિંગ કરવા છતાં પણ નથી મળી રહ્યો ફાયદો, શું તમે પણ નથી કરી રહ્યા આ 5 ભુલ 1 - image



Google NewsGoogle News