Get The App

ઠંડીના કારણે માનસિક સ્વાસ્થ્ય પર પણ પડે છે વિપરીત અસર, ડિપ્રેશનના થઈ શકો છો શિકાર

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
ઠંડીના કારણે માનસિક સ્વાસ્થ્ય પર પણ પડે છે વિપરીત અસર, ડિપ્રેશનના થઈ શકો છો શિકાર 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 30 નવેમ્બર 2023 ગુરૂવાર

શિયાળાની સીઝનમાં તબિયત ખૂબ બગડી જાય છે, મૂડ સ્વિંગ્સના કારણે પણ લોકો પરેશાન રહે છે. ઠંડીના કારણે ઉદાસી અને ડિપ્રેશન છવાઈ રહે છે. જેમ-જેમ તાપમાન ઘટે છે અને સૂર્યની રોશની ઘટવા લાગે છે, તેની અસર મગજ પર પડવા લાગે છે. શિયાળાની સીઝન પોતાની સાથે માનસિક આરોગ્ય માટે ઘણા પડકાર લઈને આવે છે. ઠંડીના મહિનામાં ઘણા લોકોને પોતાની માનસિક સ્થિતિમાં પરિવર્તન નજર આવવા લાગે છે. આને સામાન્ય ભાષામાં વિંટર બ્લૂજ કહેવાય છે. આ સીઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર હોય છે. 

તડકો ઓછો નીકળવો

શિયાળામાં માનસિક આરોગ્યને પ્રભાવિત કરનાર કારણોમાં સૌથી મોટુ કારણ છે તડકો ઓછો નીકળવો. નેચરલ સન લાઈટ ઓછી હોવાના કારણે મૂડ સ્વિંગ્સ થવા લાગે છે. સૂર્યની રોશની આપણી બાયોલોજિકલ ક્લોકને પ્રભાવિત કરે છે જેના કારણે સેરોટોનિનનું પ્રોડક્શન ઓછુ થવા લાગે છે. તેનાથી માનસિક આરોગ્ય પ્રભાવિત થાય છે. આવી સ્થિતિમાં તમને ઉદાસી અને સુસ્તીની ફીલિંગ આવવા લાગે છે, જે લાંબા સમય સુધી રહેવાથી ડિપ્રેશનમાં પણ બદલાઈ શકે છે.

સૂવા અને ઉઠવાનો સમય બદલાઈ જવો

શિયાળાની સીઝનમાં આપણા સર્કેડિયન લયમાં પરિવર્તન આવવા લાગે છે. આપણી ઈન્ટરનલ બાયોલોજિકલ ક્લોક એટલે કે સૂવા અને ઉઠવાનું ચક્ર બદલાઈ જાય છે. નેચરલ સન લાઈટ ઓછી હોવાના કારણે શિયાળામાં સવારે લોકો મોડા ઉઠે છે. દરમિયાન ઘણી વખત લોકોને રાત્રે ઊંઘ ન આવવાની પણ સમસ્યા થવા લાગે છે. ઊંઘમાં ખલેલ પડવાથી માનસિક આરોગ્ય પર પણ અસર પડે છે. જેનાથી તણાવ અને ચિંતા વધવાનું જોખમ રહે છે.

કસરત અને ફિઝિકલ એક્ટિવિટી ઓછી હોવી

કડકડતી શિયાળાની સીઝનમાં લોકોની ફિઝિકલ એક્ટિવિટી ખૂબ ઘટી જાય છે. લોકો બહાર થનારી પ્રવૃતિઓ અને કસરતમાં સામેલ થવાથી બચે છે, જે માનસિક આરોગ્યને જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. શારીરિક પ્રવૃતિ ઓછી થવા પર સુસ્તી છવાઈ રહે છે અને મગજ પર અસર પડે છે.

લોકો સાથે મળવાનું બંધ

ઠંડીના દિવસોમાં લોકોને મળવાનું પણ બંધ થઈ જાય છે. શિયાળાના કારણે ઘણી વખત લોકો ઘરની અંદર રહેવાનું પસંદ કરે છે. દરમિયાન લોકોનું સોશિયલ કનેક્શન ઓછુ થવા લાગે છે. મર્યાદિત સામાજિક સંપર્ક માનસિક આરોગ્ય પર પ્રભાવ નાખે છે. ઠંડીની સીઝનમાં બહાર નીકળવાનું મન થતુ નથી અને એકલતાના કારણે હતાશાની ફીલિંગ પેદા થવા લાગે છે.

વિટામિન ડી ઓછુ હોવુ

ઠંડીના દિવસોમાં શરીરમાં વિટામિન ડી ની ઉણપ થવા લાગે છે, જેની અસર માનસિક આરોગ્ય પર સૌથી વધુ પડે છે. વિટામિન ડી ઓછો હોવાથી હાડકાઓમાં દુખાવો, સોજો, ચિડીયાપણુ અને તણાવ વધવા લાગે છે. દરમિયાન જ્યારે તક મળે ત્યારે તડકામાં અડધો કલાક જરૂર બેસો. વિટામિન ડીથી ભરપૂર ડાયટ લો અને ડોક્ટરની સલાહ પર દવાઓ પણ લઈ શકો છો.


Google NewsGoogle News