Pollution Effect On Kids: પ્રદૂષણના કારણે બાળકોને આ બીમારીઓ થવાનું જોખમ, જાણો તેનાથી બચવાના ઉપાય

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
Pollution Effect On Kids: પ્રદૂષણના કારણે બાળકોને આ બીમારીઓ થવાનું જોખમ, જાણો તેનાથી બચવાના ઉપાય 1 - image


                                                            Image Source: Freepik

અમદાવાદ, તા. 26 ઓક્ટોબર 2023 ગુરૂવાર

બદલાતી ઋતુ, પરાળ સળગાવવાની ઘટનાઓ અને દિવાળીનો તહેવાર દિલ્હી એનસીઆરમાં રહેતા લોકો માટે મુસીબત બનીને આવે છે. દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરના મહિનામાં લોકોને વાયુ પ્રદૂષણ અને ઝેરી હવાના કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હવામાં જોવા મળતા હાનિકારક કણો જેમ કે ધૂળ, કોલસી, ધૂમાડો શરીરમાં સમસ્યા પેદા કરે છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને વાયુ પ્રદૂષણથી ખૂબ તકલીફ થાય છે. આ ઝેરીલી હવા બાળકોની રોગ પ્રતિકારક ક્ષમતાને અસર કરી રહી છે. બાળકોમાં નિમોનિયા અને બ્રોંકિયોલાઈટિસ-બ્રોન્કિઓલ્સના સોજા જેવી બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. લાંબા સમય સુધી વાયુ પ્રદૂષણમાં રહેતા લોકોના હાર્ટ અને ફેફસા પર પણ તેની અસર પડે છે. 

વાયુ પ્રદૂષણથી બાળકોને થનારી બીમારી

શ્વાસની બીમારી- પીએમ 2.5, પીએમ 10 અને નાઈટ્રોજન ડાયોક્સાઈડ એટલે કે એનઓ2માં વધારો હેલ્થ પર ખરાબ અસર નાખી રહ્યો છે. તેનાથી બાળકોમાં અસ્થમાના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે. આ સિવાય શ્વાસ સંબંધી બીમારીઓ જેમ કે બ્રોંકાઈટિસ અને ફેફસાના ફંક્શનમાં પણ તકલીફ થઈ શકે છે. 

સંક્રમણનું જોખમ

વધતા વાયુ પ્રદૂષણના કારણે બાળકોની ઈમ્યૂનિટી કમજોર થઈ રહી છે. દરમિયાન બાળકોને ન્યુમોનિયા અને બ્રોંકિયોલાઈટિસ જેવી શ્વાસ સંબંધિત ઈન્ફેક્શન જલ્દી પ્રભાવિત કરે છે. આવા બાળકોમાં સંક્રમણનું જોખમ વધુ રહે છે.

વિકાસમાં મોડુ

જે બાળકો ગર્ભાવસ્થાના સમયે પ્રદૂષણ વાળા વાતાવરણમાં રહે છે અને જન્મના શરૂઆતી દિવસોમાં પ્રદૂષણના સંપર્કમાં આવે છે તેમના વિકાસમાં મોડુ થઈ શકે છે. આવા બાળકોના માનસિક વિકાસ પર પણ તેની અસર પડી શકે છે. આ બાળકોમાં સમજ અને વ્યવહાર સાથે જોડાયેલી સમસ્યાઓ થવાનું જોખમ રહે છે.

ફેફસાનો યોગ્ય વિકાસ ન થવો

જે બાળકો પ્રદૂષણવાળા વાતાવરણમાં રહે છે તેમના ફેફસાનો વિકાસ પણ યોગ્યરીતે થઈ શકતો નથી. પ્રદૂષક ફેફસાને કમજોર બનાવે છે, જેનાથી બાળકોના ફેફસાને વધુ નુકસાન પહોંચવાની શક્યતા છે.

બાળકોને પ્રદૂષણથી કેવી રીતે બચાવવા

બાળકો જ્યારે બહાર નીકળે ત્યારે પહેલા વાયુની ગુણવત્તા ચેક કરી લો, જો યોગ્ય હોય ત્યારે જ ઘરેથી બહાર નીકળો

બાળકોને બહાર મોકલી રહ્યા છો તો ચહેરા પર માસ્ક અને આંખો પર ચશ્મા લગાવીને નીકળો

પ્રદૂષણના હાનિકારક પ્રભાવોથી બચવા માટે બાળકોને દરરોજ રાત્રે નાસ આપો.

વિટામિન સી અને ઝિંકથી ભરપૂર વસ્તુઓ ડાયટમાં સામેલ કરો જેનાથી ઈમ્યૂનિટી મજબૂત બને

બાળકોને ફેફસા અને સારા શ્વાસ માટે નિયમિતરીતે યોગ કરાવો જેનાથી મુશ્કેલી ઓછી થાય

ઘરની અંદર ઓછામાં ઓછા ધૂમાડાવાળી વસ્તુઓનો ઉપયોગ કરો. સિગારેટ કે તંબાકુનું સેવન કરવાથી બચો.

ટ્રાવેલ કરતી વખતે ભીડ વાળા સ્થળો પર જવાથી બચો અને પ્રયત્ન કરો કે ઓછા પ્રદૂષણવાળા સ્થળો પર જાવ.

હરિયાળી અને ખુલ્લા વાતાવરણને વધારનારી આઉટડોર એક્ટિવિટીમાં બાળકોને સામેલ કરો જ્યાં પ્રદૂષણ ઓછુ હોય.


Google NewsGoogle News