ઉભા થાઓ કે બેસો ત્યારે હાડકાંમાંથી આવે છે અવાજ? તો આ વસ્તુઓ ખાવાનું શરૂ કરી દો
Image Source: Freepik
અમદાવાદ, તા. 19 ડિસેમ્બર 2023 મંગળવાર
જો તમે ઊભા થાઓ કે બેસો ત્યારે હાડકાંમાંથી કડકડનો અવાજ આવતો હોય તો એલર્ટ થઈ જવાની જરૂર છે કેમ કે જો યોગ્ય સમયે તેની સારવાર કરવામાં આવી નહીં તો તમારા માટે ચાલવુ પણ મુશ્કેલ થઈ જશે.
આ પ્રકારનો અવાજ આવવાની સમસ્યા દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે. આ બીમારીને ઓસ્ટિયોઆર્થરાઈટિસ કહેવાય છે. આ બીમારીમાં તમારા હાડકાઓની વચ્ચે જે ગ્રીસ હોય છે તે ઘસાઈ જાય છે અને જ્યારે બે હાડકા પરસ્પર ટકરાય છે તો આ પ્રકારનો કડકડ અવાજ આવે છે.
શા માટે ગ્રીસ ઘસાઈ જાય છે
ગ્રીસ ઘસાઈ જવાના મુખ્ય કારણો પૈકીનું એક છે ખૂબ લાંબા સમય સુધી એક જ સ્થળે ઊભુ રહેવુ. આ સિવાય ઊભા રહીને પાણી પીવુ કે પછી ઘણા લોકો 10-20 કિલોમીટર સુધી મોર્નિંગ વોક કરે છે. જો તમે જરૂર કરતા વધુ ઊભા રહો કે ચાલો તો પણ આ સમસ્યા થાય છે. જંક ફૂડનું વધુ સેવન કરવુ કે બાળપણમાં જ પ્રોટીનયુક્ત આહારનું સેવન ન કરવુ આ બીમારીના મુખ્ય કારણો પૈકીનું એક છે.
સૂકી મેથી
આ બીમારીમાં મેથીના દાણા ખૂબ લાભદાયી હોય છે. રાત્રે મેથીને પાણીમાં પલાળીને રાખો અને સવારે મેથીને ખાઈ જાવ અને પાણીને પણ પી જાવ.
સફેદ તલ
સફેદ તલમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેથી આ હાડકાની સમસ્યામાં રામબાણ માનવામાં આવે છે. તમે સફેદ તલને ગોળમાં મિક્સ કરીને તેના લાડવા બનાવીને ખાઈ શકો છો.
સૂંઠવાળુ દૂધ
એક ગ્લાસ ગરમ દૂધ લો અને તેમાં એક ચતુર્થાંસ ચમચી સૂંઠનો પાઉડર નાખો અને તેમાં થોડો ગોળ પણ. સૂંઠમાં ઘણા જરૂરી તત્વ અને મિનરલ્સ હોય છે. જે હાડકાઓની મજબૂતીમાં કારગર સાબિત થાય છે. રાત્રે સૂતા પહેલા તેને પી લો.
ખજૂરવાળુ દૂધ
આ સિવાય રાત્રે સૂતા પહેલા તમે એક ગ્લાસમાં ગરમ દૂધમાં ચાર ખજૂર અને એક મુઠ્ઠી સુકી દ્રાક્ષ નાખી દો અને તેને અડધા કલાક માટે છોડી દો અને પછી તેને પી લો અને સૂકી દ્રાક્ષ અને ખજૂર ખાઈ લો. આ સૂવાના લગભગ 4 કલાક પહેલા પીવો. એક અઠવાડિયાની અંદર તમને આ દૂધનો જોરદાર ફાયદો જોવા મળશે.