પગના તળિયે લગાવો સરસવનું તેલ, આવશે ભરપૂર અને ગાઢ ઊંઘ, અનેક છે ફાયદા
Image Source: Freepik
અમદાવાદ, તા. 08 ડિસેમ્બર 2023 શુક્રવાર
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે દિવસે ભલે ગમે તેટલુ કામ કરીએ પરંતુ રાત્રે સારી ઊંઘ આવી જાય એટલે બસ. કાર્યના તણાવ અને ભાગદોડભરી લાઈફના કારણે રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા થવા લાગે છે. જો રાત્રે ઊંઘ પૂરી ન થાય તો આરોગ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. દરમિયાન હેલ્થ એક્સપર્ટ પણ રાત્રે ભરપૂર અને ગાઢ ઊંઘ લેવાનું કહે છે. જો રાત્રે યોગ્યરીતે ઊંઘ ન આવે તો સરસવના તેલની માલિશ આમાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.
પગના તળિયે સરસવના તેલની માલિશના ફાયદા
સરસવનું તેલ આયુર્વેદમાં આરોગ્ય માટે ખૂબ કારગર કહેવામાં આવ્યુ છે. તેના સેવનની સાથે તેની માલિશથી પણ મસલ્સને ખૂબ આરામ મળે છે. સરસવના તેલની માલિશથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ઝડપી થાય છે અને શારીરિક પ્રવૃતિઓમાં પણ વધારો થાય છે. દરમિયાન જો તમે રાતના સમયે તળિયે સરસવના તેલની માલિશ કરશો તો પગનો થાક દૂર થશે અને તમારા મગજને પણ ખૂબ રિલેક્સ મળશે. દરમિયાન તમને ભરપૂર અને ગાઢ ઊંઘ આવી જશે.
જે મહિલાઓને પીરિયડ્સ દરમિયાન પેટમાં દુખાવો અને ખેંચાણની સમસ્યા રહે છે, તેમણે રાત્રે સૂતા પહેલા તળિયા પર સરસવના તેલની માલિશ કરવી જોઈએ. તેનાથી પીરિયડ્સના દુખાવામાં ખૂબ આરામ મળે છે અને મસલ્સ રિલેક્સ થાય છે.
જે લોકોને અનિદ્રા એટલે કે ઈન્સોમ્નિયાની પરેશાની છે. તેમણે રાત્રે સૂતા પહેલા સરસવના તેલને હૂંફાળુ કરીને પગ પર સારી રીતે માલિશ કરવી જોઈએ. તેનાથી માનસિક તણાવ દૂર થાય છે અને લોહીનું સંચાલન સ્મૂદ થાય છે. તેનાથી બોડી અને મગજ રિલેક્સ થશે અને ઊંઘ આવી જશે.
જે લોકો તણાવ અને એન્જાયટીથી ગ્રસ્ત છે. તેમણે પણ દરરોજ રાત્રે સામાન્ય ગરમ સરસવના તેલથી પગની માલિશ કરવી જોઈએ. તેનાથી તણાવ, સ્ટ્રેસ, એન્જાયટીથી છુટકારો મળે છે અને મગજને રિલેક્સ મળે છે.