Get The App

શરીરમાં આ વિટામિનનું પ્રમાણ વધી જવાથી લીવરને પહોંચી શકે છે નુકસાન

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
શરીરમાં આ વિટામિનનું પ્રમાણ વધી જવાથી લીવરને પહોંચી શકે છે નુકસાન 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 05 માર્ચ 2024 મંગળવાર

લીવર બોડીનો સૌથી મહત્વનો ભાગ છે. આ ભોજનને પચાવવાથી લઈને બોડીના ટોક્સિનને કાઢવાની સાથે લોહીના ફ્લોને મેઈન્ટેન રાખવાની પ્રોસેસમાં મદદ કરે છે. દરમિયાન તેનું ડેમેજ થવુ શરીર માટે ખૂબ જ જોખમી સાબિત થાય છે. 

જોકે ડેમેજ ઓછુ હોય તો તેને સારવારની મદદથી અઠવાડિયા કે મહિનામાં સાજુ કરી શકાય છે પરંતુ ડેમેજ થવા પર રિપ્લેસમેન્ટ સિવાય બીજો વિકલ્પ નથી. દરમિયાન તે વસ્તુઓથી બચાવ જરૂરી છે. જે લીવરને ખરાબ કરવાનું કામ કરે છે. જેમાં ખરાબ ખાણીપીણી, દારૂનું સેવન સહિત વિટામિન બી 3 નો ઓવરડોઝ પણ સામેલ છે.

શું છે વિટામિન બી3

નિયાસિનને વિટામિન બી3 કહેવામાં આવે છે. આ ભોજનને ઉર્જામાં બદલવા માટે તમારા શરીર દ્વારા બનાવવા અને ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય આ નર્વસ સિસ્ટમ, પાચન તંત્ર અને ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

દરરોજ બી3નું કેટલા પ્રમાણમાં સેવન કરવુ જરૂરી

19 પ્લસ પુરુષોએ 16mg અને મહિલાઓએ 14mg દરરોજ બી3ની જરૂર હોય છે. ગર્ભવતી મહિલાઓને 18mg અને ધાત્રી માતાઓને 17mg નિયાસિનની જરૂર હોય છે.

બી3ના ઓવરડોઝની શક્યતા ક્યારે હોય છે

બી3ના નેચરલ સોર્સ જેમ કે યીસ્ટ, દૂધ, ટોર્ટિલા અને અનાજથી બોડીમાં ક્યારેય પણ આની જરૂરિયાત કરતા વધુ પ્રમાણ હોતુ નથી પરંતુ જો તમે ડોક્ટર પાસે સલાહ લીધા વિના તેના સપ્લીમેન્ટ લઈ રહ્યા છો તો તેના ઓવરડોઝની શક્યતા વધી જાય છે.

બોડીમાં બી3 વધુ હોવાના સંકેત

ચક્કર આવવા

સ્કિન લાલ થવી

ધબકારામાં વધારો

ખંજવાળ

ઉબકા અને ઉલટી

પેટમાં દુખાવો

ઝાડા

સંધિવા

લીવર પર મંડરાઈ રહેલા જોખમને આ રીતે ઓળખો

લીવરના હેલ્થને ચેક કરવા માટે તમે દર 6 મહિને લીવર ફંક્શન પેનલ ટેસ્ટ કરાવી શકો છો. જેમાં તમને લીવર સંબંધિત દરેક જોખમ વિશે સરળતાથી જાણ થઈ શકે છે. 


Google NewsGoogle News