સ્ટ્રેસ ઘટાડવા માટે ફોલો કરો આ 5 સરળ ટિપ્સ, મેન્ટલ હેલ્થમાં થશે સુધારો
Image Source: Freepik
અમદાવાદ, તા. 16 જાન્યુઆરી 2024 મંગળવાર
દરેકને દરરોજ તમામ પડકારોનો સામનો કરવો પડે છે. કોઈ પોતાના કામને લઈને પરેશાન રહે છે, તો ઘણા લોકો ઘરેલુ સમસ્યાઓના કારણે તણાવમાં આવી જાય છે. સમગ્ર દુનિયામાં મોટાભાગના લોકો કોઈકને કોઈક કારણસર સ્ટ્રેસનો સામનો કરી રહ્યા છે. આજના સમયમાં સ્ટ્રેસ લોકોના જીવનને ખરાબ રીતે બરબાદ કરી રહ્યો છે. સ્ટ્રેસ એટલે કે તણામ આપણી મેન્ટલ હેલ્થ માટે ખૂબ જોખમી હોય છે અને જ્યારે આ ખૂબ વધી જાય છે ત્યારે એન્જાયટી અને ડિપ્રેશનમાં બદલાઈ જાય છે. લોકોને યોગ્ય સમય પર સ્ટ્રેસ મેનેજ કરવો જોઈએ નહીંતર માનસિક મુશ્કેલીઓના ચપેટમાં આવી શકો છો. સ્ટ્રેસને ઘટાડવા માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ શીખવુ ખૂબ જરૂરી છે. તેના દ્વારા લોકો તણાવને ઘટાડીને સારો અનુભવ કરી શકે છે.
રિપોર્ટ અનુસાર જ્યારે લોકો તણાવમાં હોય છે ત્યારે ઘણા શારીરિક અને ભાવનાત્મક લક્ષણ નજર આવવા લાગે છે. સ્ટ્રેસના કારણે ગુસ્સો, ડર, ઉદાસી, નિરાશાની ભાવના, સૂવામાં તકલીફ, ખરાબ સપના આવવા, ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ અને નિર્ણય લેવામાં મુશ્કેલી આવવા લાગે છે. ઘણી વખત સ્ટ્રેસના કારણે લોકોને માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, પેટની સમસ્યાઓ, ત્વચા પર ચકામા અને ક્રોનિક બીમારીઓ વધવા લાગે છે. તણાવના કારણે લોકોનું માનસિક આરોગ્ય બગડવા લાગે છે. ઘણા લોકો સ્ટ્રેસના કારણે તંબાકુ, સિગારેટ સહિત નશાનો શિકાર થવા લાગે છે. જો કોઈ વ્યક્તિને આ પ્રકારના લક્ષણ જોવા મળી રહ્યા છે તો તેમણે તાત્કાલિક પોતાનો સ્ટ્રેસ ઘટાડવાની જરૂર છે.
સ્ટ્રેસ ઘટાડવાની 5 સરળ રીત
- આજના જમાનામાં સોશિયલ મીડિયા લોકોનું સ્ટ્રેસ લેવલ વધારી રહ્યુ છે. સ્ટ્રેસ ઘટાડવા માટે સૌથી પહેલા તમે સોશિયલ મીડિયા અને ન્યૂઝથી બ્રેક લો. ફોન, ટીવી અને કોમ્પ્યુટર સ્ક્રીનથી અંતર બનાવવાનો પ્રયત્ન કરો.
- તણાવ ઘટાડવા માટે પોતાનું ધ્યાન રાખો. હેલ્ધી ભોજન જમો, નિયમિત કસરત કરો, દરરોજ 7-8 કલાકની પૂરતી ઊંઘ લો. તેમ છતાં તણાવ અનુભવાઈ રહ્યો હોય તો પોતાને થોડા સમય માટે આરામ આપો.
- વચ્ચે-વચ્ચે આરામ કરવા માટે સમય કાઢો. જે કામ કરવામાં તમને સૌથી વધુ ખુશી મળે છે, તેને નિયમિતરીતે કરો. પોતાના મિત્રો અને પરિવારના લોકો સાથે વાતચીત કરીને સારો અનુભવ કરો.
- માદક પદાર્થોનું સેવન ટાળો. લોકોને લાગે છે કે આ વસ્તુઓથી તણાવ ઘટી શકે છે પરંતુ આ માત્ર ગેરસમજ છે. નશો કરવાથી તમારી મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ બગડી શકે છે.
- તમે પોતાનું સ્ટ્રેલ લેવલનું મોનિટરિંગ કરો અને તેને ઘટાડવાનો પ્રયત્ન કરો. જોકે, તેમ છતાં તણાવ ઘટે નહીં તો મનોચિકિત્સક કે કોઈક હેલ્થ એક્સપર્ટની સલાહ લઈ શકો છો.