શંખ વગાડવાથી થાય છે 5 ચમત્કારીક ફાયદા, જાણો કેવા-કેવા થાય છે લાભ
Image Source: Freepik
અમદાવાદ, તા. 25 નવેમ્બર 2023 શનિવાર
ભારતીય પરિવારોમાં અને મંદિરોમાં સવારે અને સાંજે શંખ વગાડવાનું પ્રચલન છે. જો તમે દરરોજ શંખ વગાડો છો, તો તેનાથી આપણને ઘણા લાભ થઈ શકે છે.
1. દરરોજ શંખ વગાડવાથી માંસપેશીઓ મજબૂત થાય છે. શંખ વગાડવો નીચલુ પેટ, ડાયાફ્રામ, છાતી અને ગરદનની માંસપેશીઓ માટે ખૂબ શ્રેષ્ઠ સાબિત થાય છે. શંખ વગાડવાથી આ અંગોને કસરત મળે છે.
2. શંખ વગાડવાથી શ્વાસ લેવાની ક્ષમતામાં સુધારો થાય છે. તેનાથી આપણી થાયરોઈડ ગ્રંથિઓ અને સ્વરયંત્રની કસરત થાય છે અને બોલવા સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યાઓને ઠીક કરવામાં મદદ મળે છે.
3. શંખ વગાડવાથી કરચલીઓની મુશ્કેલી પણ ઓછી થઈ શકે છે. જ્યારે આપણે શંખ વગાડીએ છીએ તો આપણા ચહેરાની માંસપેશીઓમાં ખેંચાણ આવે છે, જેનાથી કરચલીઓ ઘટે છે.
4. શંખમાં 100 ટકા કેલ્શિયમ હોય છે. રાત્રે શંખમાં પાણી ભરીને રાખવુ અને સવારે તેનાથી પોતાની ત્વચા પર માલિશ કરો. તેનાથી ત્વચા સંબંધિત રોગ દૂર થઈ જશે.
5. શંખ વગાડવાથી તણાવ પણ દૂર થઈ જાય છે, જે લોકો વધુ તણાવમાં રહે છે, તેમણે શંખ જરૂર વગાડવો જોઈએ. કેમ કે શંખ વગાડતી વખતે મગજમાંથી તમામ વિકાર ચાલ્યા જાય છે. શંખ વગાડવાથી ઘરની અંદર આવનારી નકારાત્મક શક્તિઓ પણ દૂર રહે છે. જે ઘરોમાં શંખ વગાડવામાં આવે છે ત્યાં ક્યારેય નકારાત્મકતા આવતી નથી.
6. શંખ વગાડવાથી હૃદયના એટેકથી પણ બચી શકાય છે. નિયમિતરીતે શંખ વગાડનારને ક્યારેય હાર્ટ એટેક આવતો નથી. શંખ વગાડવાથી તમામ બ્લોકેજ ખુલી જાય છે. આ રીતે વારંવાર શ્વાસ ભરીને છોડવાથી ફેફસા પણ સ્વસ્થ રહે છે. શંખ વગાડવાથી યોગની ત્રણેય ક્રિયાઓ એક સાથે થાય છે- કુંભક, રેચક, પ્રાણાયામ.
7. શંખની આકૃતિ અને પૃથ્વીની સંરચના સમાન છે નાસા અનુસાર- શંખ વગાડવાથી ખગોળીય ઉર્જાનું ઉત્સર્જન થાય છે જે જીવાણુનો નાશ કરીને લોકોને ઉર્જા અને શક્તિનો સંચાર કરે છે.
8. ફેફસાના રોગ થાય છે ખતમ
શંખ વગાડવાથી ચહેરા, શ્વસન પ્રણાલી, શ્રવણ તંત્ર તથા ફેફસાની ખૂબ સારી એક્સરસાઈઝ થાય છે. જે લોકોને શ્વાસ સંબંધિત સમસ્યાઓ છે, તેમને શંખ વગાડવાથી તેમાથી છુટકારો મળી શકે છે. દરરોજ શંખ વગાડનાર લોકોને ગળા અને ફેફસાના રોગ થતા નથી. તેનાથી સ્મરણ શક્તિ પણ વધે છે.
9. વૈજ્ઞાનિક માને છે કે શંખ ફૂંકવાથી તેની ધ્વનિ જ્યાં સુધી જાય છે, ત્યાં સુધીની અનેક બીમારીઓના કીટાળુ ધ્વનિ-સ્પંદનથી બેભાન થઈ જાય છે કે નષ્ટ થઈ જાય છે. જો દરરોજ શંખ વગાડવામાં આવે તો વાતાવરણ કીટાળુઓથી મુક્ત થઈ જાય છે. શંખના તરંગો બેક્ટેરિયા તથા અન્ય રોગાળુઓને નષ્ટ કરવા માટે ઉત્તમ અને સસ્તી ઔષધિ છે. દરરોજ સવારે-સાંજે શંખ વગાડવાથી વાયુમંડળ કીટાળુઓથી મુક્ત થઈ જાય છે. તેથી સવારે-સાંજે શંખ વગાડવાની પરંપરા છે.
10. હાડકાઓને મજબૂત કરે છે
શંખમાં કેલ્શિયમ, ગંધક અને ફોસ્ફરસ ખૂબ પ્રમાણમાં હોય છે. આ તત્વ હાડકાઓને મજબૂત કરવા માટે ખૂબ જરૂરી હોય છે. તેથી શંખમાં રાખેલા પાણીનું સેવન કરો.