Get The App

કિડનીમાં ભયાનક પથરી બનાવે છે 15 વસ્તુઓ, અસહ્ય દુઃખાવાથી બચવું હોય તો થઈ ચેતી જજો!

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News
કિડનીમાં ભયાનક પથરી બનાવે છે 15 વસ્તુઓ, અસહ્ય દુઃખાવાથી બચવું હોય તો થઈ ચેતી જજો! 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 20 નવેમ્બર 2023 સોમવાર

કિડનીની પથરી એક સામાન્ય અને દર્દનાક સમસ્યા છે જેનાથી ઘણા લોકો પરેશાન રહે છે. પથરી મિનરલ્સ અને નમકનું મિશ્રણ હોય છે. દરરોજ સેવન કરવામાં આવતા અમુક ખાદ્ય પદાર્થોમાં એવા રસાયણ હોય છે જે ક્યારેક ક્રિસ્ટલનું કારણ બની શકે છે અને આ ક્રિસ્ટલ પથરીનું રૂપ લઈ લે છે.

પથરી ઘણા અલગ-અલગ પ્રકારની હોય છે અને તેના બનવાનું કારણ પણ અલગ-અલગ હોઈ શકે છે. જો તમને કિડનીની પથરી છે, તો તમારે તમારા ડોક્ટરને પૂછવુ જોઈએ કે આ કયા પ્રકારની છે. તેનાથી તમને એ જાણવામાં મદદ મળશે કે તમારે કયા-કયા ખાદ્ય પદાર્થોથી બચવુ જોઈએ.  

જો તમને એ ખબર નથી કે તમને કયા પ્રકારની કિડનીની પથરી છે તો એક સારો નિયમ એ છે કે તમારે ખૂબ વધુ નમકીન ખાદ્ય પદાર્થોનું સેવન ટાળવુ અને ખૂબ પાણી પીવુ. આ તમારા પેશાબમાં ગંદકીને પાતળુ કરવામાં મદદ કરે છે જેનાથી પથરી થતી નથી.

કેલ્શિયમ ઓક્સાલેટથી બનેલી પથરી

નેશનલ કિડની ફાઉન્ડેશન અનુસાર કેલ્શિયમ ઓક્સાલેટના કારણે કિડનીમાં પથરી બની શકે છે. આના કારણે કોઈ પણ અન્યની તુલનામાં મોટાભાગના લોકોને આનાથી પથરી વધુ થાય છે. આ ત્યારે બને છે, જ્યારે તમારા પેશાબમાં કેલ્શિયમ ઓક્સાલેટની સાથે મળી જાય છે. આ એક રસાયણ છે, જે સ્વાભાવિક રીતે ઘણા ખાદ્ય પદાર્થોમાં હોય છે. 

પાલક

બદામ અને કાજુ

Miso સૂપ

ઓટનો લોટ

છાલ સાથે બાફેલા બટાકા

બીટ

કોકો પાઉડર

ભીંડા

બ્રાન સેરેલ્સ

ફ્રેન્ચ ફ્રાઈસ

રાસ્પબેરી

સ્ટીવિયા સ્વીટનર

શક્કરિયા

જો તમે એક જ સમયે કેલ્શિયમ વાળી વસ્તુઓ ખાવ કે પીવો છો, તો આ તમારા શરીરને કિડનીની પથરીમાં બદલ્યા વિના ઓક્સાલેટને સંભાળવામાં મદદ કરી શકે છે. તેથી પોતાના પાલક સલાડને ઓછી ચરબીયુક્ત પનીર સાથે મિલાવો કે દહીમાં મેવા કે જાંબુ મિલાવો. દૂધ પીવાથી કિડનીમાં પથરી થતી નથી.

મીઠાંનું વધુ સેવન

જો તમે ખૂબ વધુ સોડિયમ ખાવ છો, જે મીઠાંનું એક ઘટક છે, તો આ તમારા પેશાબમાં કેલ્શિયમનું પ્રમાણ વધારી દે છે. જ્યારે તમે ભોજન ખતમ કરી લો છો તો 

એક્સ્ટ્રા ઓક્સાલેટ કિડનીમાં કેલ્શિયમથી ચોંટી જાય છે. તેનાથી પથરી બની શકે છે. તેથી પોતાના ભોજનમાં ડબ્બાપેક ખાદ્ય પદાર્થ, ફાસ્ટફૂડ અને મસાલાને સીમિત કરો.

વિટામિન સીનું વધુ સેવન

ખૂબ વધુ પ્રમાણમાં તમારા શરીરમાં ઓક્સાલેટનું ઉત્પાદન કરી શકે છે. તેથી એક દિવસમાં 500 મિલીગ્રામથી વધુ ન લો.


Google NewsGoogle News