Get The App

કોલ્ડપ્લેની 40 ટિકિટ સાથે પકડાયેલા યુવકોને કાર્યવાહી વિના છોડી દેવાયા, સેટલમેન્ટ થયાની ચર્ચા

Updated: Jan 26th, 2025


Google NewsGoogle News
કોલ્ડપ્લેની 40 ટિકિટ સાથે પકડાયેલા યુવકોને કાર્યવાહી વિના છોડી દેવાયા, સેટલમેન્ટ થયાની ચર્ચા 1 - image


Coldplay Ahmedabad: અમદાવાદમાં કોલ્ડપ્લે મ્યુઝીક કોન્સર્ટને લઇને સૌથી વધારે ટિકિટનું કાળા બજાર કરવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસ કમિશનરે ટિકિટની કાળાબજારી કરતા તત્વો સામે આકરી કાર્યવાહી કરવા માટે સુચના આપી હતી. જે અનુસંધાનમાં અનેક ગુના નોંધવામાં આવ્યા હતા. પરતુ, શુક્રવારે (24મી જાન્યુઆરી) સાંજના સમયે એસ જી હાઇવે પર આવેલી એક હોટલમાં ત્રણ યુવકો કોલ્ડપ્લેની 40 ટિકિટો સાથે ઝડપાયા હતા. જો કે, પોલીસે કોઇ કારણસર તમામ યુવકો સામે કાર્યવાહી કરવાને બદલે જવા દીધા હતા. આ સમગ્ર ઘટના આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં બની હતી.

વિદેશી સાથે દિલ્હી-મુંબઇના યુવકો ઓનલાઇન પેમેન્ટથી બ્લેકમાં ટિકિટો વેચતા

શહેરના એસ જી હાઇવે નજીક આવેલી એક હોટલના નવમા માળે કેટલાંક યુવકો કોલ્ડપ્લેનો કોન્સર્ટ જોવા માટે આવ્યા હોવાથી રોકાયા હતા. જો કે, તે યુવકો સોશિયલ મિડીયા પર ગ્રાહકોનો સંપર્ક કરીને 12,500ની ટિકિટ 20 હજારમાં વેચાણ કરતા હોવાની જાણ પોલીસને થઈ હતી. જેના આધારે પોલીસે દરોડો પાડીને ત્રણેય યુવકો પાસેથી 40 ટિકિટ જપ્ત કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં મ્યુઝિક, મસ્તી, ફેશનનો ત્રિવેણી સંગમ : ચાહકોનું ઘોડાપુર


આ ઝડપાયેલા યુવકોમાં બે યુવક દિલ્હી, એક યુવક મુંબઈનો રહેવાસી અને અન્ય એક યુવક ઓસ્ટ્રેલિયાનો હતો. આ યુવક પૈકીનો એક રાજકીય પીઠબળ ધરાવતો હોવાથી પોલીસે કોઇપણ કેસ નોંધ્યા વિના જવા દીધા હોવાની ઘટના બની હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, આ સમગ્ર ઘટના આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં બની હતી.

કોલ્ડપ્લેની 40 ટિકિટ સાથે પકડાયેલા યુવકોને કાર્યવાહી વિના છોડી દેવાયા, સેટલમેન્ટ થયાની ચર્ચા 2 - image


Google NewsGoogle News