Get The App

ગુજરાતમાં માવઠા બાદ હવે અંગ દઝાડશે ગરમી, 6 દિવસ હીટવેવને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ

Updated: Apr 2nd, 2025


Google News
Google News
ગુજરાતમાં માવઠા બાદ હવે અંગ દઝાડશે ગરમી, 6 દિવસ હીટવેવને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ 1 - image


Weather Updates : ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે, ત્યારે આગામી 6 દિવસ રાજ્યમાં ગરમીનો પારો હાઇ રહેશે. હવામાન વિભાગે આગામી 8 એપ્રિલ 2025 સુધી હીટવેવની સ્થિતિને લઈને ઑરેન્જ અને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં ખાસ કરીને હવામાન વિભાગે કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપી છે. આ સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.

આગામી ત્રણ દિવસ આ ચાર જિલ્લામાં હીટવેવની આગાહી

રાજ્યમાં આજે બુધવારે (2 એપ્રિલ, 2025) હવામાન વિભાગે મધ્ય અને દક્ષિણ ગુજરાતના 10 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તેવામાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીને લઈને હીટવેવની યલો અને ઑરેન્જની આગાહી કરવામાં આવી છે. જેમાં આવતીકાલે 3 એપ્રિલથી 5 એપ્રિલ સુધી કચ્છ, રાજકોટ, જૂનાગઢ જિલ્લામાં હીટવેવનું યલો ઍલર્ટ અને પોરબંદર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટની હવામાન વિભાગે આગાહી કરી છે. 

6-7-8 એપ્રિલ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત કાળઝાળ ગરમીની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ગરમીનો પારો હાઇ જઈ રહ્યો છે, ત્યારે આગામી 6-7-8 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં હીટવેવને લઈને યલો ઍલર્ટ અને ત્રણ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત સૌરાષ્ટ્રના મોરબી અને જૂનાગઢ જિલ્લામાં યલો ઍલર્ટ અને કચ્છ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


હીટવેવથી બચવા માટે શું પગલાં લેવા?

- ગરમીના સંપર્કમાં આવવાનું ટાળો.

- તરસ ન લાગી હોય તો પણ પૂરતું પાણી પીવો.

- પોતાને હાઇડ્રેટેડ રાખવા માટે ORS, લસ્સી, ચોખાનું પાણી (તોરાની), લીંબુ પાણી, છાશ વગેરે જેવા ઘરે બનાવેલા પીણાંનો ઉપયોગ કરો.

આ પણ વાંચો: બોર્ડ પરીક્ષાના સીસીટીવી ફૂટેજની 3596 સીડીની ચકાસણી પૂરી, ગેરરીતિના વધુ 3 કેસ સામે આવ્યા

રાજ્યના વિવિધ સ્થળોએ સવારના 8:30 વાગ્યે પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 42.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે ભુજ, કંડલા ઍરપોર્ટ, ડીસા, ગાંધીનગર, અમદાવાદ, મહુવા, અમરેલી, રાજકોટ, કેશોદ જિલ્લામાં 40 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું છે. 


Tags :