'વિશ્વ હિમોફિલિયા દિવસ': ગુજરાતમાં 6 હજારથી વધુ લોકાને હિમોફિલિયાની બીમારી

Updated: Apr 17th, 2024


Google NewsGoogle News
'વિશ્વ હિમોફિલિયા દિવસ': ગુજરાતમાં 6 હજારથી વધુ લોકાને હિમોફિલિયાની બીમારી 1 - image

image : Socialmedia

World Haemophilia Day : હીમોફિલિયા લોહીનો વારસાગત રોગ છે. જેમાં લોહી ગંઠાવાની પ્રક્રિયામાં ખામીયુક્ત હોય છે. હિમોફિલિયા અંગે જાગૃતિ આવે તે  માટે દર વર્ષે 17 એપ્રિલના  'વિશ્વ હિમોફિલિયા દિવસ' ની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં અંદાજે 6 હજારથી વધુને હિમોફિલિયાની બીમારી છે. 

હીમોફીલિયા લોહી ગંઠાવાની પ્રક્રિયામાં ખામી છે. જોકે ફેક્ટર આઠની ખામીને હીમોફીલિયા એ કહેવાય છે અને સેક્ટર 9 ની ખામીને હીમોફીલિયા બી કહેવાય છે. હાલ અમદાવાદની સરકારી હોસ્પિટલોમાં હિમોફિલિયાનું એકમાત્ર ડે કેર સેન્ટર સોલા સિવિલ હોસ્પિટલમાં છે. જ્યાં હિમોફેલિયાના 100 બાળકો સહિત 260 દર્દીઓ છે. ગત સપ્તાહ દરમિયાન જ સોલા સિવિલ ખાતે 24 બાળકો અને 25 પુખ્ત વયના દર્દીઓને હિમોફિલિયાની સારવાર આપવામાં આવી હતી.  બીજી તરફ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં હિમોફિલિયાના દર્દીઓને અંદાજે પાંચ કરોડ ફેક્ટર એટલે ઈન્જેક્શન દર્દીઓને અપાયા હતા. 

હિમોફિલિયા જન્મજાત થતી બિમારી છે અને તે માતા-પિતાના જનીનોમાંથી સંતાનને મળે છે. આમ છતાં પીડબલ્યુએચના અંદાજે 30 ટકા લોકો માટે તેમના પરિવારના કોઇ પણ વ્યક્તિને અગાઉ રક્તસ્ત્રાવની સમસ્યા નહોતી. પુત્રોમાં હિમોફેલિયા થવાની સંભાવના 50 ટકા અને પુત્રીઓમાં વાહક બનવાની સંભાવના 50 ટકા છે. સાંધા અથવા સ્નાયુમાં રક્તસ્ત્રાવને કારણે દુઃખાવો થવો, સોજા-લાલાશ આવવી, પીડા-અક્કડતા, અસરગ્રસ્ત અંગનો ઉપયોગ કરવામાં મુશ્કેલી જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. 


Google NewsGoogle News