Get The App

સાત ઝોનમાં ૨૮ રોડની ચાલતી કામગીરી, અમદાવાદમાં વધુ ૪૧ કોંક્રીટ રોડ બનાવવા આયોજન કરાયું

તમામ ઝોનમાં કુલ ૯૦ કોંક્રીટ રોડ બનાવવા ૩૧૫ કરોડનો ખર્ચ થશે

Updated: Mar 28th, 2025


Google News
Google News

 સાત ઝોનમાં ૨૮ રોડની ચાલતી કામગીરી, અમદાવાદમાં વધુ ૪૧ કોંક્રીટ રોડ બનાવવા આયોજન કરાયું 1 - image      

 અમદાવાદ,ગુરુવાર,27 માર્ચ,2025

અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા સાત ઝોનમાં કુલ ૯૦ કોંક્રીટ રોડ બનાવવા આયોજન કર્યુ હતુ.  વધુ ૪૧ કોંક્રીટ રોડ બનાવવા આયોજન કરાયુ છે.તમામ ઝોનમાં ૯૦ કોંક્રીટ રોડ બનાવવા રુપિયા ૩૧૫ કરોડનો ખર્ચ થશે.શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં બનાવવામાં આવનારા ૯૦ રોડ પૈકી ૬૮ રોડ ઝોન કક્ષાએ તથા ૨૨ રોડ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેકટ વિભાગ દ્વારા બનાવાશે.

મ્યુનિ.સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિવિધ વોર્ડમાં કોંક્રીટ રોડ બનાવવાની કામગીરીને લઈ સમીક્ષા કરાઈ હતી. ચેરમેને કહયુ, શહેરમાં  હાલમાં જયાં કોંક્રીટ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે.એ તમામ સ્થળે ઝડપથી કામગીરી પુરી કરવા ઝોન તથા રોડ પ્રોજેકટના અધિકારીઓને તાકીદ કરાઈ છે.જે ૨૧ કોંક્રીટ રોડની કામગીરી પુરી કરાઈ છે.તેમાં રોડ પ્રોજેકટ દ્વારા ૧૯ રોડ, ઉત્તર તથા દક્ષિણ ઝોન દ્વારા એક-એક કોંક્રીટ રોડ બનાવવામાં આવ્યા છે.હાલમાં પશ્ચિમ ઝોનમાં ૧૪, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૩, રોડ પ્રોજેકટ વિભાગ દ્વારા ૩ તથા દક્ષિણઝોનમાં ૪, ઉત્તરઝોનમાં ૨, પૂર્વઝોન તથા દક્ષિણ-પશ્ચિમઝોનમાં એક કોંક્રીટ રોડ બની રહયા છે.

કોંક્રીટ રોડની ઝોન મુજબ પરિસ્થિતિ

ઝોન    કુલ કામ        લંબાઈ(મીટર)   અંદાજિત રકમ (કરોડમાં)

ઉ.પ.   ૧૯               ૮૪૫૫            ૪૮.૯૨

પશ્ચિમ  ૨૬             ૧૯૮૦૫         ૮૨.૨૯

ઉત્તર   ૦૬             ૫૦૭૦         ૨૭.૮૧

દ.પ.   ૦૪             ૨૭૫૦        ૧૨.૩૯

પૂર્વ    ૦૪           ૩૦૬૫          ૧૪.૪૦

દક્ષિણ  ૦૯            ૬૪૦૦         ૨૮.૬૭

પ્રોજેકટ ૨૨          ૧૮૨૬૫          ૧૦૦.૨૫

કુલ     ૯૦      ૬૩૮૧૦                ૩૧૫.૦૦              


Tags :