Get The App

મજુર ન આવતા કામ થયુ નથી, ઈજનેર, તમે પણ ઘેર બેસી જાવ, તમારી પાસે કામનું પ્લાનિંગ નથી,મ્યુ.કમિશનર

દક્ષિણઝોન ઈજનેર વિભાગના અધિકારીની કામગીરી સામે નારાજગી પણ વ્યકત કરી

Updated: Jan 18th, 2025


Google NewsGoogle News

   મજુર ન આવતા કામ થયુ નથી, ઈજનેર,  તમે પણ ઘેર બેસી જાવ,  તમારી પાસે કામનું  પ્લાનિંગ નથી,મ્યુ.કમિશનર 1 - image  

  અમદાવાદ, શુક્રવાર,17 જાન્યુ,2025

અમદાવાદમાં રોડની કામગીરી ખાસ કરીને દક્ષિણઝોનમાં રોડની કામગીરીને લઈ કેટલા કામના વર્કઓર્ડર અપાયા,કેટલા કામ થયા.એ અંગે મ્યુનિસિપલ કમિશનરે ઈજનેર પાસે માંગેલી માહીતી પુરતી નહતી.ઈજનેરે ઉત્તરાયણના તહેવારને લઈ મજુર નહીં આવતા રોડની કામગીરી શરુ થઈ શકી નહીં હોવાનુ કહેતા કમિશનરે  ગુસ્સે થઈ તમે પણ ઘેર બેસી જાવ,તમારી પાસે કામનુ કોઈ પ્લાનિંગ જ નથી. આમ કહી દક્ષિણઝોન ઈજનેર વિભાગના અધિકારીની કામગીરી સામે નારાજગી વ્યકત કરી હતી.

શહેરના રોડ-રસ્તાની કામગીરીને લઈને મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન વીકલી રીવ્યુ બેઠકમાં વધુ એક વખત મ્યુનિ.ના ઈજનેરોની કામગીરીને લઈ નારાજગીના મૂડમાં જોવા મળ્યા હતા.મ્યુનિ.સૂત્રોમાંથી મળતી વિગત મુજબ, દક્ષિણઝોન ઈજનેર વિભાગના અધિકારીની કામગીરીથી નારાજ થઈ અને તેમને કહયુ હતુ કે અગાઉ પણ તમારી સામે ઈન્કવાયરી ચાલે છે.તમારી કામગીરી સંતોષકારક નથી.ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને અધિકારી વિરૃધ્ધ કાર્યવાહી કરવા પણ કહયુ હતુ.ઈ-ગવર્નન્સ વિભાગની કામગીરીને લઈ કમિશનરે ગંદકીના સ્પોટ ઉપર લગાવવામા આવેલા સી.સી.ટી.વી.કેમેરાનું મોનિટરીંગ કેવી રીતે કરવામાં આવે છે તે અંગે પુછતા અધિકારીએ પી.એચ.એસ.ને મોનિટરીંગ કરવા એકસેસ આપવામા આવ્યુ હોવાનો જવાબ આપ્યો હતો. જવાબ સાંભળી મ્યુનિસિપલ કમિશનરે કહયુ,પી.એચ.એસ.આખો દિવસ મોબાઈલ લઈને મોનિટરીંગ કર્યા કરશે? રીંગ કરવાની કામગીરી તમારી છે તો તમારે કરવાની હોય.ઓનલાઈન આવતી ફરિયાદોમાં એક કલીકમાં માહીતી મળતી નહીં હોવાથી કમિશનરે ઈ-ગવર્નન્સ વિભાગના અધિકારીને આજના સમયની ટેકનોલોજીનો ઉપયોગ કરી ઝડપી નિકાલ લાવવા માટે કડક સુચના આપી હતી.


Google NewsGoogle News