Get The App

છેતરપિંડીમાં ગુમાવેલા નાણાં વ્યાજે લીધા હોવાથી મહિલાને પ્રતિમાસ 20 હજારનું વ્યાજ ભરવાનો લારો આવ્યો

પેસેફીક રીલોકેશનના નિતીન પાટીલે 19 લાખ જેટલા રકમ વસુલીને છેતરપિંડી આચરી

કેનેડા વર્ક પરમીટના નામે સ્કીલ વિઝા મેળવવા જતા મહિલા આબાદ છેતરાઇ

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
છેતરપિંડીમાં ગુમાવેલા નાણાં વ્યાજે લીધા હોવાથી મહિલાને પ્રતિમાસ 20 હજારનું વ્યાજ ભરવાનો લારો આવ્યો 1 - image

અમદાવાદ, બુધવાર

કેનેડાના સ્કીલ બેઝ્ડ વિઝા નામે વર્ક પરમીટ આપવાના નામે અનેક લોકો પાસેથી લાખો રૂપિયા લઇને છેતરપિંડી કરનાર પેસેફીક રી લોકેશનના નિતીન પાટીલ અને વિજયા સાવલેએ તેમની ચોક્કસ મોડ્સ ઓપરેન્ડીથી કામ કરતા કરતા હતા. જેમાં તેમણે મેમનગરમાં રહેતા હેતલ વૈધ નામની મહિલાને પણ આબાદ છેતરી હતી.  કેનેડાના વિઝા અપાવીને સેટલ કરાવવાની લાલચ આપી હતી.  તેમને બ્યુટી પાર્લરના આધારે સ્કીલ વિઝા  અપાવવાની ખાતરી આપી હતી. આ માટે તેમને 31, 45 અને 60 લાખનું પેકેજ ઓફર કર્યું હતું. જેમાં હેતલબેનને કેનેડામાં પાર્લરમાં નોકરીની ખાતરી આપી હતી. જેથી તેમના પર વિશ્વાસ કરીને 31 લાખનું પેકેજ પસંદ કર્યું હતું.  આ માટે તેમની ડોક્યુમેન્ટ લીધા હતા. જો કે હેતલબેન માત્ર 10 ધોરણ પાસ હોવાથી તેમને ધોરણ 12 પાસ હોવાનું  જરૂરી હતું. જેથી નિતીને તેમને ધોરણ 12નું બનાવટી પ્રમાણપત્ર બનાવી આપવાની વાત કરી હતી. પરંતુ, હેતલબેન તૈયાર થયા નહોતા. બીજી તરફ તેમને વિઝા અપાવવાનો સહી વિનાનો બાહેધરી પત્રક પણ આપ્યો હતો.  બીજી તરફ તેમની પાસે ઓનલાઇન માત્ર 3 લાખ  રૂપિયા લીધા હતા.  જ્યારે 16 લાખ રૂપિયા તબક્કા વાર લીધા હતા. એટલું જ વિઝા પ્રોસેસ માટે આઇઇએલટીએસની પરીક્ષા માટે તેમને સેટીંગ હોવાનું કહીને બહેરીન મોકલ્યા હતા. જ્યાં ત્રણ લાખ રૂપિયા લીધા હતા.  સુત્રોના જણાવ્યા મુજબ નિતીન પાટીલે અનેક લોકોને આઇઇએલટીએસની પરીક્ષા માટે બહેરીન મોકલ્યા હતા.  

હેતલબેનને પ્રથમ વિઝા રીજેક્ટ થયા ત્યારે તેમને એમ કહેવામાં આવ્યું હતું કે  તેમને પુરૂષોના હેરકટ ન ફાવતા હોવાથી વિઝા મળ્યા નથી. જેથી  હેતલબેને ખાસ પુરૂષોનો હેર કટિંગનો કોર્ષ પણ કર્યો હતો.જો કે બીજીવાર પણ વિઝી રીજેક્ટ થતા હેલતબેને પ્રોસેસીંગ ફી બાદ કરીને બાકીના નાણાં પરત માંગ્યા હતા. જો કે  નિતીન પાટીલે તેમને ધમકી આપી હતી કે તમને નાણાં પરત મળશે નહી અને પોલીસને હું ખિસ્સામં રાખુ છું.

આમ, હેતલબેન વિઝા પ્રોસેસ અને પ્રોસેસના નામે 19 લાખ લઇને છેતરપિંડી આચરવામાં આવી હતી.  તેમણે પોતાની બચતના નાણાં , ઉપરાંત, સોના દાગીના વેચવાની સાથે વ્યાજે નાણાં લઇને આપ્યા હતા. જેના કારણે દેવું થઇ જતા તેમણે હવે પ્રતિમાસ 20 હજારનું વ્યાજ ભરવાનો વારો આવ્યો છે. 



Google NewsGoogle News