અમદાવાદમાં ડમ્પર ચાલકે વધુ એકનો જીવ લીધો, રોડ ક્રોસ કરતી મહિલાને લીધી અડફેટે
Road Accident In Ahmedabad: ગુજરાતમાં ડમ્પર ચાલકોનો આતંક વધતો જતો જોવા મળી રહ્યો છે. શહેરોમાં ડમ્પર ચાલકો અને મોટા વાહનો પર ટ્રાફિક પોલીસનો કોઈ કંટ્રોલ રહ્યો નથી. ત્યારે અમદાવાદમાં ફરી એકવાર શહેરમાં ડમ્પરની અડફેટે એક મહિલાનું મૃત્યુ નિપજ્યું છે.
પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી
મળતી માહિતી અનુસાર, અમદાવાદના હુડકો ત્રણ રસ્તા સિંગરવા નજીક ડમ્પર ચાલકે રોડ ક્રોસ કરી રહેલી મહિલાને અડફેટે લીધી હતી. જેમાં 33 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ડમ્પર ચાલક કાળુલાલ મીણાની અટકાયત કરી હતી.
અગાઉ ડમ્પર ચાલકે એક્ટીવા ચાલકને હડફેટે લીધો હતો
બે દિવસ પહેલા અમદાવાદના નારોલ વિશાલા બ્રિજ પાસે સર્જાયો હતો. જેમાં ડમ્પર ચાલકે એક્ટીવા ચાલકને હડફેટે લીધો હતો. જેમાં બે લોકોને ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક ફરાર થઇ ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્તોને અમદાવાદની એલ.જી. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.