સ્વચ્છતાના ૬૦ દિવસ અંતર્ગત એસ.જી. હાઈવે ઉપરથી નેતાઓએ ૧૨૬ મેટ્રીકટન કચરાનો નિકાલ કરાવ્યો
ઉજાલા સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધીના રસ્તા ઉપરના દબાણ દુર કરાયા
અમદાવાદ,શનિવાર,25 નવેમ્બર,2023
સ્વચ્છતાના ૬૦ દિવસ અભિયાન અંતર્ગત એસ.જી.હાઈવે ઉપરથી ભાજપના
કોર્પોરેટરો,ધારાસભ્યો
તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા ૧૨૬ મેટ્રીકટન કચરાનો નિકાલ કરાવવામાં
આવ્યો હતો.ઉજાલા સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધીના રસ્તા ઉપરના નાના-મોટા ૧૩૩ દબાણ દુર
કરવામાં આવ્યા હતા.
સ્વચ્છતાના ૬૦ દિવસ અભિયાન અંતર્ગત શહેરના એસ.જી.હાઈવે ઉપર બે
દિવસ માટે સફાઈ ઝુંબેશ શનિવારે દક્ષિણ-પશ્ચિમ
ઝોનમાં આવેલા ઈસ્કોન ચાર રસ્તાથી શરુ કરવામાં આવેલી ઝુંબેશમાં સવારથી જ ભાજપના કોર્પોરેટરો,ધારાસભ્યો તથા મ્યુનિ.શાસકપક્ષના
હોદ્દેદારો , મ્યુનિ.તંત્રના
અધિકારીઓ સઘન સફાઈ ઝુંબેશમાં જોડાયા હતા.સોલિડ વેસ્ટ વિભાગ તરફથી વિવિધ પ્રકારની મશીનરી
અને મેનપાવર સાથે શરુ કરવામાં આવેલી સફાઈ ઝુંબેશ ૨૬ નવેમ્બરે પણ જારી રાખવામાં આવશે.વિવિધ
કંપનીઓ અને સ્વૈચ્છીક સંસ્થાઓ પણ ઝુંબેશમાં જોડાયા હતા.
કયા ઝોનમાં કેટલા કચરાનો નિકાલ
ઝોન કચરાનો
નિકાલ(મે.ટનમાં)
પશ્ચિમ ૧૫૩.૨૯
પૂર્વ ૩.૫૦
ઉત્તર ૦.૯૫
દક્ષિણ ૨.૫૦
મધ્ય ૦.૬૬
ઉ.પ. ૮.૦૦
દ.પ. ૧૨૯.૬૦