Get The App

કલાલી ફાટક પાસે તમે અહીંયા કેમ બેઠા છો, તેવું કહીને તલવારથી હુમલો

એક યુવકને પેટના ભાગે સામાન્ય ઇજા

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News

 કલાલી ફાટક  પાસે  તમે અહીંયા કેમ બેઠા છો, તેવું કહીને તલવારથી હુમલો 1 - imageવડોદરા,કલાલી  ખિસકોલી સર્કલ પાસે બેસેલા બે મિત્રો સાથે ઝઘડો કરીને તલવારથી હુમલો કરનાર આરોપી સામે અટલાદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કલાલી ફાટક ખિસકોલી સર્કલ પાસે સોનલ પાર્ક સોસાયટીમાં રહેતો અનિલ ક્રિપાશંકર બિંદ કલર કામ કરે છે. અટલાદરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે સવારે ૯ વાગ્યે હું અને મારો મિત્ર રવિ  પરમાર ગોકુળ નગરના નાકે બેઠા હતા. ત્યારે ગોકુળ નગરમાં રહેતો આકાશ થાપાએ આવીને અમને ગાળો બોલવા લાગ્યો હતો. તમે અહીંયા કેમ બેઠા છો ? તેવું કહીને તેણે મારા મિત્ર રવિને ગડદાપાટુનો માર માર્યો હતો. હું તેને છોડાવવા જતા આકાશ થાપાએ  પોતાની પાસે સંતાડી રાખેલી તલવાર કાઢી રવિ તરફ દોડયો હતો. મેં વચ્ચે પડીને તલવાર ખેચી લેતા મારા પેટના ભાગે તલવારથી સામાન્ય ઇજા થઇ હતી.


Google NewsGoogle News