અમદાવાદ મ્યુનિ.ના લોગો સાથે શહેરીજનોને ગેરમાર્ગે દોરતો સોશિયલ મિડીયા ઉપર ફેક મેસેજ વાયરલ કરાયો
મ્યુનિ.તંત્ર દ્વારા આ પ્રકારના ફેક મેસેજથી લોકોને દૂર રહેવા અપીલ કરાઈ
અમદાવાદ,શુક્રવાર,16 જુન,2023
અમદાવાદ મ્યુનિ.ના લોગો સાથે શહેરીજનોને ગેરમાર્ગે દોરતો
ફેક મેસેજ સોશિયલ મિડીયા ઉપર વોટસઅપ મેસેજ વાયરલ કરાયો હતો.વાયરલ કરાયેલા મેસેજમાં
આવતીકાલથી બે દિવસ અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, મ્યુનિ.તંત્રે
બિનજરુરી બહાર ન નીકળવા લોકોને અપીલ કરી જેવી બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો
છે.વાયરલ કરાયેલા ફેક મેસેજ સંદર્ભમાં મ્યુનિ.તંત્રે આ પ્રકારનો કોઈ મેસેજ કોઈપણ
પ્લેટફોર્મ ઉપર ફરતો ના કર્યો હોવાથી શહેરીજનોને આ પ્રકારના મેસેજથી દુર રહેવા
અપીલ કરી છે.
અમદાવાદ શહેરમાં બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરને લઈ ઉભી
થનારી પરિસ્થિતિને પહોંચી વળવા મ્યુનિસિપલ તંત્રના તમામ વિભાગ દ્વારા તૈયારી
કરવામાં આવી હતી.દરમિયાન સોશિયલ મિડીયા ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લોગો
સાથે આવતીકાલથી ૪૮ કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં પવનની ગતિમાં જોરદાર વધારો,ભારેથી અતિભારે
વરસાદની આગાહી,અમદાવાદ
મનપાએ જાહેર કરી ગાઈડલાઈન,શાકભાજી,દૂધ,દવાઓ, અનાજનો સંગ્રહ
કરવા એએમસીની અપીલ,બિનજરુરી
આ બે દિવસ બહાર ના નીકળવા લોકોને અપીલ કરાઈ એ પ્રકારના લખાણ સાથે વ્હોટસઅપ ઉપર ફેક
મેસેજ વાયરલ કરાયો હતો.