વિવિધ વિષયો ઉપરના સાહિત્ય સાથે અમદાવાદમાં નવમા નેશનલ બુક ફેરનો આરંભ,લોકોમા ભારે ઉત્સાહ
ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ,કવિ સંમેલન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન
અમદાવાદ,શનિવાર,6 જાન્યુ,2024
વિવિધ વિષયો ઉપરના સાહિત્ય સાથે અમદાવાદમાં નવમા નેશનલ
બુકફેરનો રાજયના મુખ્યમંત્રીએ આરંભ કરાવ્યો હતો.૧૪૦થી વધુ બુક સ્ટોલ ઉપરાંત સપ્તાહ
દરમિયાન ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ,કવિસંમેલન
સહિત વિવિધ કાર્યક્રમના આયોજનને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.
શનિવારે નવમા નેશનલ બુકફેરનો આરંભ કરાવવાની સાથે રાજયના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રીમદ ભગવદ્દ ગીતા અને રામાયણ સહિતના પુસ્તકોની
ખરીદી કરી હતી.જી.એમ.ડી.સી.ગ્રાઉન્ડ ખાતે ૧૨ જાન્યુઆરી સુધી બપોરે ૧૨થી રાત્રિના
૧૦ કલાક સુધી બુકફેરની લોકો મુલાકાત લઈ શકશે.બુકફેરમાં દેશભરમાંથી ૬૫ પુસ્તક
પ્રકાશકો દ્વારા સંસ્કૃત ઉપરાંત બાળ સાહિત્ય,ધર્મ.સ્થાપત્ય,કલા ઉપરાંત
વિજ્ઞાાન,ફિલોસોફી
સહિતના વિષય ઉપરના મોટી સંખ્યામાં પુસ્તકો વેચાણ માટે મુકવામાં આવ્યા છે.બુકફેર
દરમિયાન વિવિધ સાહિત્યકારો સાથે સાહીત્ય ઉપર સંવાદ, કવિ સંમેલન,મુશાયરા
વગેરે જેવા કાર્યક્રમ આયોજિત કરવામા
આવશે.મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના વિદ્યાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના કૌશલ્યનુ
નિર્દેશન કરતા તેમના ખાસ પ્રદર્શનનો એક સ્ટોલ પણ રાખવામા આવ્યો છે.મેયર,ડેપ્યુટી મેયર,સ્ટેન્ડિંગ કમિટિ
ચેરમેન ઉપરાંત મ્યુનિ,કમિશનર
સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.