ગત વર્ષ કરતા ૪૫ ટકા વધારા સાથે અમદાવાદ મ્યુનિ.ની તમામ ટેકસની આવક ૧૧૪૦ કરોડના આંકને પાર

મિલકતવેરાની આવક ૯૦૯ કરોડથી વધુ,વ્હીકલ ટેકસની આવકમાં ૨૧ કરોડનો વધારો

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News

     ગત વર્ષ કરતા ૪૫ ટકા વધારા સાથે અમદાવાદ મ્યુનિ.ની તમામ ટેકસની આવક ૧૧૪૦ કરોડના આંકને પાર 1 - image

  અમદાવાદ,ગુરુવાર,28 સપ્ટેમબર,2023

અમદાવાદ મ્યુનિ.તંત્રની તમામ ટેકસની આવક રુપિયા ૧૧૪૦ કરોડના આંકને વટાવી ગઈ છે.ગત વર્ષ કરતા આવકમાં રુપિયા ૩૬૦.૪૯ કરોડનો વધારો થતા ૪૫ ટકા આવક વધી છે.મિલકતવેરાની આવક રુપિયા ૯૦૯.૪૪ કરોડ તથા વ્હીકલ ટેકસની આવક રુપિયા ૧૦૦.૮૧ કરોડ થતા વ્હીકલ ટેકસની આવકમાં રુપિયા ૨૧ કરોડનો વધારો થયો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેકસ માટે વર્ષ-૨૦૨૨-૨૩માં સો ટકા વ્યાજમાફી આપવાની સાથે વર્ષ-૨૦૨૩-૨૪માં એડવાન્સ ટેકસ ભરનારા કરદાતાઓને ૧૫ ટકા સુધીનુ રીબેટ આપવાનુ જાહેર કરાયુ હતુ.રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલના કહેવા મુજબ, વર્ષ-૨૦૨૩-૨૪ માટે અત્યારસુધીમાં ૧૭.૫૨ લાખ પ્રોપર્ટી ટેકસના બીલની વહેંચણી કરાઈ છે.૨૭ સપ્ટેમબર સુધીમાં મ્યુનિ.તંત્રને પ્રોપર્ટી ટેકસ પેટે રુપિયા ૯૦૯.૪૪ કરોડની આવક થતા ગત વર્ષની તુલનામાં પ્રોપર્ટી ટેકસની આવકમાં રુપિયા ૩૨૧.૭૭ કરોડનો વધારો થયો છે.પ્રોફેશન ટેકસની આવક રુપિયા ૧૦૬.૬૦ કરોડ થતા આવકમાં રુપિયા ૧૦.૧૯ કરોડનો વધારો થયો છે.


Google NewsGoogle News