Get The App

ગુજરાતમાં ધુમ્મસનું સામ્રાજ્ય, વાદળછાયું વાતાવરણ: બે દિવસની વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત

Updated: Dec 22nd, 2024


Google News
Google News
ગુજરાતમાં ધુમ્મસનું સામ્રાજ્ય, વાદળછાયું વાતાવરણ: બે દિવસની વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત 1 - image


Winter In Gujarat: ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીએ પોતાનો પ્રકોપ વધાર્યો છે. ગુજરાતના મોટાભાગના રાજ્યોમાં ઠંડા પવનોને કારણે લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. ત્યારે આગામી 28મી ડિસેમ્બર સુધી ઠંડી અને વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આ દરમિયાન આજે (22મી ડિસેમ્બર) રાજ્યમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. અનેક શહેરોમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ જોવા મળી રહી છે. 

26મી ડિસેમ્બર સુધી શુષ્ક હવામાનની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી ચાર દિવસ એટલે કે 26મી ડિસેમ્બર સુધી શુષ્ક હવામાનની સંભાવના છે. જ્યારે 27મી ડિસેમ્બરે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના 15 જિલ્લા અને 28 ડિસેમ્બરે 13 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે. 

આ પણ વાંચો: મુંબઇમાં દર્દનાક અકસ્માત, 4 વર્ષના બાળકને એસયુવીથી કચડ્યો, 19 વર્ષીય નબીરાની ધરપકડ


27મી ડિસેમ્બરે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે. 28મી ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. આ માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતિત બન્યા છે.

ગુજરાતમાં ધુમ્મસનું સામ્રાજ્ય, વાદળછાયું વાતાવરણ: બે દિવસની વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત 2 - image

Tags :
WinterGujaratFoggy-Conditions

Google News
Google News