Get The App

અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સાંઠ-ગાંઠ, બાપુનગરમાં દબાણો દૂર કરવાની કામગીરી અટકાવી

Updated: Jan 30th, 2025


Google News
Google News
અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સાંઠ-ગાંઠ, બાપુનગરમાં દબાણો દૂર કરવાની કામગીરી અટકાવી 1 - image


Ahmedabad Encroachment : અમદાવાદના ખોડીયારનગર ચારરસ્તાથી બાપુનગર ચાર રસ્તા સુધીના રસ્તા ઉપર બુલેટટ્રેન પ્રોજેકટ માટેના એપ્રોચ રોડ ઉપરથી ગેરકાયદેસર બાંધકામ મ્યુનિ.ટીમ તરફથી દૂર કરાતા હતા. આ સમયે દબાણ દૂર કરવાની કામગીરી રોકવા અંગે જાહેરમાં એકબીજાનો વિરોધ કરતા એવા કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે ઈલુ-ઈલુ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગેરકાયદેસર દબાણ દૂર કરી રહેલી મ્યુનિ.ટીમને કામગીરી રોકવા ભાજપના સ્થાનિક ધારાસભ્યે પણ ટેલિફોનીક સુચના આપતા કામગીરી સાંજના સમયે બંધ કરી દેવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.

શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલી રશીન બેકરીથી  ખોડીયારનગર તરફના રસ્તા ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવી રહ્યા હતા. આ સમયે અચાનક ત્યાં કોંગ્રેસના સિનીયર નેતા શકિતસિંહ ગોહીલ અને સ્થાનિક પૂર્વ ધારાસભ્ય હીંમતસિંહ પટેલ પહોંચી ગયા હતા.સ્થાનિક કાર્યકરો સાથે સંકલન નહીં થવાના કારણે ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. એક તબકકે કોંગ્રેસના જ અમિત નાયક અને હીંમતસિંહ વચ્ચે તુ તુ મેં-મેં થવા પામી હતી.

બીજી તરફ કુંભ મેળામાં ગયેલા સ્થાનિક ધારાસભ્યે મ્યુનિ.ના અધિકારીઓને ટેલિફોનિક સુચના આપી દબાણ દૂર કરવાની કામગીરી અટકાવી દીધી હોવાનુ આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળે છે. બાપુનગરના જાહેર રસ્તા ઉપર કરવામા આવેલા દબાણ દૂર કરવા ગયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સ્થળ ઉપર કોંગ્રેસના બે નેતા આવી પહોંચતા વિમાસણમાં મુકાઈ ગઈ હતી.

કોંગ્રેસના નેતાઓ વચ્ચે સ્થળ ઉપર થયેલી તુ-તુ મેં-મેં દરમિયાન એક નેતાએ સ્થાનિક નેતાને કહ્યું હતું કે, હું ભાજપના એજન્ટને જાણ કરીને વિરોધ કરવા માટે અહીં આવવાનું યોગ્ય ગણતો નથી. આ શબ્દપ્રયોગ પછી સ્થાનિક નેતાએ શકિતસિંહને આ ગંભીર આક્ષેપ બદલ ફરિયાદ કરી હતી.સામે વળતો પ્રહાર કરીને એવો આક્ષેપ કર્યો હતો કે,હીંમતસિંહ તો ભાજપના એક નેતાના ભાગીદાર છે.જેને કારણે આ રાજકીય ચર્ચાએ જોર પકડ્યું હતું.

Tags :
AMCworkpolicyEncroachmentBapunagar

Google News
Google News