Get The App

જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન: અમદાવાદ અને ઓખા વચ્ચે દોડશે ટ્રેન, જાણો ટાઇમ ટેબલ અને રૂટ

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
Indian Railway


Indian Railway: જન્માષ્ટમીના તહેવારનું સૌરાષ્ટ્રમાં અનેરું મહત્ત્વ હોય છે. તેને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન શરુ કરવાનો નિર્ણય લીધો છે. જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ભારે ભીડ અને ટિકિટ માટે લાંબા વેઇટિંગને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા આ સ્પેશિયલ ટ્રેન દોડાવશે.

ટ્રેનનો સમય અને રૂટ

ટ્રેન નંબર 09453 અમદાવાદ-ઓખા સ્પેશિયલ 25મી ઑગસ્ટે(રવિવાર) અમદાવાદથી સવારે 07.45 કલાકે ઉપડશે અને સાંજે 5:00 કલાકે ઓખા પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 09454 ઓખા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 26મી ઑગસ્ટે(સોમવાર) ઓખાથી સવારે 05.30 કલાકે ઉપડશે અને 3.00 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળીયા અને દ્વારકા સ્ટેશન પર રોકાશે.

આ પણ વાંચો: ઉત્તર ગુજરાતમાં મેઘમહેર, બપોરે 12 વાગ્યા સુધીમાં 95 તાલુકામાં વરસાદ, સૌથી વધુ પાટણમાં

જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનનું બુકિંગ 31મી જુલાઈથી તમામ PRS કાઉન્ટર અને IRCTCની વેબસાઇટ પર શરુ થશે.

જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન: અમદાવાદ અને ઓખા વચ્ચે દોડશે ટ્રેન, જાણો ટાઇમ ટેબલ અને રૂટ 2 - image


Google NewsGoogle News