Get The App

ગુજરાતીઓ માટે મહાકુંભમાં જવાની ખાસ વ્યવસ્થા: આ શહેરોમાંથી દોડાવાશે વિશેષ ટ્રેન

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
ગુજરાતીઓ માટે મહાકુંભમાં જવાની ખાસ વ્યવસ્થા: આ શહેરોમાંથી દોડાવાશે વિશેષ ટ્રેન 1 - image


Maha Kumbh Special Trains : 2025ની શરૂઆતમાં પવિત્ર મહાકુંભના મેળાની પણ શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે આ પવિત્ર મેળામાં લોકોની મુસાફરોની સુવિધા અને મુસાફરોના ઘસારાને ધ્યાને લઈ પશ્ચિમ રેલવેએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં ઉધના-બલિયા, વલસાડ-દાનપુર, વાપી-ગયા, વિશ્વામિત્રી-બલિયા, સાબરમતી-બનારસ, સાબરમતી-બનારસ (વાયા ગાંધીનગર કેપિટલ), ડૉ. આંબેડકરનગર-બલિયા અને ભાવનગર ટર્મિનસ-બનારસ સ્ટેશનો વચ્ચે સ્પેશ્યલ ભાડા પર મહાકુંભ મેળાની આઠ જોડી ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે ચાલો જાણીએ ગુજરાતીઓને કુંભના મેળામાં જવા ક્યારે અને ક્યાંથી ટ્રેન મળશે.

આ તમામ ટ્રેનનું બુકિંગ 21 ડિસેમ્બર, 2024થી કરી શકાશે. બુકિંગ માટે PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટનો ઉપયોગ કરી શકાશે. 

ગુજરાતીઓ માટે મહાકુંભમાં જવાની ખાસ વ્યવસ્થા: આ શહેરોમાંથી દોડાવાશે વિશેષ ટ્રેન 2 - image

ભાવનગર ટર્મિનસ-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન

  • ભાવનગર ટર્મિનસ-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન નંબર 09555, ભાવનગર ટર્મિનસથી સવારે 5:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે 14:45 વાગ્યે બનારસ પહોંચાડશે. આ ટ્રેન 22 જાન્યુઆરી, 16 ફેબ્રુઆરી અને 20 ફેબ્રુઆરીના રોજ દોડશે. 
  • આ જ રીતે ટ્રેન નંબર, 09556 બનારસ-ભાવનગર ટર્મિનસ મહાકુંભ મેળા સ્પેશિયલ બનારસથી સાંજે 7:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 5:00 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 23 જાન્યુઆરી, 17 ફેબ્રુઆરી અને 21 ફેબ્રિઆરીના દિવસે દોડશે. 
  • આ ટ્રેન સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, ફાલના, રાની, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદિકૂઇ, ભરતપુર, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી, ફતેહપુર બંને દિશામાં દોડશે. પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે. જેમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

આ પણ વાંચોઃ રૂ.92 લાખમાં કચોરીની દુકાન, લાડુની દુકાન માટે રૂ.76 લાખ: મહાકુંભમાં દુકાનોના ભાડા જાણી ચોંકી જશો

સાબરમતી-બનારસ (વાયા ગાંધીનગર કેપિટલ) મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન

  • સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન નંબર 09421 સાબરમતીથી 10:25 કલાકે ઉપડશે અને બીજા દિવસે બપોરે 2:45 કલાકે બનારસ પહોંચાડશે. આ ટ્રેન 19 જાન્યુઆરી, 23 જાન્યુઆરી અને 26 જાન્યુઆરી 2025ના રોજ દોડશે. 
  • આ જ પ્રકારે બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન નંબર 09422 બનારસથી સાંજે 7:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે રાત્રે 1:25 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેન 20 જાન્યુઆરી, 24 જાન્યુઆરી અને 27 જાન્યુઆરી 2025ના રોજ દોડશે. 
  • આ ટ્રેન ગાંધીનગર કેપિટલ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવારા, ફાલના, રાની, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદિકૂઇ, ભરતપુર, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ પર ઊભી રહેશે. બંને દિશામાં સ્ટેશનો પર રોકાશે. જેમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન

  • સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન નંબર- 09413 સાબરમતીથી સવારે 11:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 2:45 કલાકે બનારસ પહોંચાડશે. આ ટ્રેન 16 જાન્યુઆરી, 5 ફેબ્રુઆરી, 9 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 18 ફેબ્રુઆરી 2025ના રોજ દોડશે. 
  • આ જ પ્રકારે બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન નંબર- 09414 બનારસથી સાંજે 7:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે રાત્રે 1:30 કલાકે સાબરમતી પહોંચશે. 
  • આ ટ્રેન હેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, ફાલના, રાની, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદિકૂઈ, ભરતપુર, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઈટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર ઊભી રહેશે. જેમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

આ પણ વાંચોઃ 4 મહિના માટે નવો જિલ્લો બન્યો, 4 તાલુકા અને 67 ગામ સામેલ કરી નામ રાખ્યું 'મહાકુંભ મેળો'

વિશ્વામિત્રી-બલિયા મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન

  • વિશ્વામિત્રી-બલિયા મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન નંબર 09029 વડોદરાના વિશ્વામિત્રીથી 8:35 કલાકે ઉપડશે અને બીજા દિવસે સાંજે 7:00 કલાકે બલિયા પહોંચશે. 
  • આ જ પ્રકારે બલિયા-વિશ્વામિત્રી મહાકુંભ સ્પેશિયલ ટ્રેન નંબર 09030 બલિયા-વિશ્વામિત્રી મહાકુંભ મેળા સ્પેશિયલ 18 ફેબ્રુઆરી 2025ના રોજ રાત્રે 11:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 10:05  કલાકે વિશ્વામિત્રી પહોંચશે.
  • આ ટ્રેન ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, શુજાલપુર, સંત હિરદારામ નગર, વિદિશા, ગંજ બસોડા, બીના, લલિતપુર, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી, ઓરાઈ, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ, મિર્ઝાપુર, ચુનારપુર બંને દિશામાં દોડશે. જૌનપુર, ઔંધિહાર અને ગાઝીપુર સિટી સ્ટેશનો પર રોકાશે. ટ્રેન નંબર 09029 વડોદરા સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ હશે. જેમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

ઉધના-બલિયા મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન

  • ઉધના-બલિયા મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન નંબર 09031 ઉધનાથી સવારે 6:40 વાગ્યે ઊપડશે અને બીજા દિવસે સાંજે 7:00 વાગ્યે બલિયા પહોંચશે.  આ ટ્રેન 17 જાન્યુઆરી અને 16 ફેબ્રુઆરી 2025ના રોજ દોડશે.
  • આ જ પ્રકારે બલિયા-ઉધના મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન નંબર  09032 બલિયાથી 11:30 કલાકે ઊપડશે અને ત્રીજા દિવસે સવારે 12:45 કલાકે ઉધના પહોંચશે. આ ટ્રેન 18 જાન્યુઆરી અને 17 ફેબ્રુઆરી 2025ના રોજ દોડશે.
  • આ ટ્રેન બંને દિશામાં ભરૂચ, વિશ્વામિત્રી, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, શુજલપુર, સંત હિરદારામ નગર, વિદિશા, ગંજ બાસોદા, બીના, લલિતપુર, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી, ઓરાઈ, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રશાસપુર ખાતે ઊભી રહેશે, ચુનાર, વારાણસી, જૌનપુર, ઔંધિહાર અને ગાઝીપુર સિટી સ્ટેશનો પર રોકાશે. ટ્રેન નંબર 09031 વડોદરા સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ હશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

આ પણ વાંચોઃ પ્રયાગરાજમાં મહાકુંભને લઈને યોજાયેલી સંતોની બેઠકમાં બે જૂથ વચ્ચે મારામારી, જાણો શું છે મામલો?

વલસાડ-દાનાપુર મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન

  • વલસાડ-દાનાપુર મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન નંબર  09019 વલસાડથી સવારે 8:40 કલાકે ઊપડશે અને બીજા દિવસે સાંજે 6:00 કલાકે દાનાપુર પહોંચશે. આ ટ્રેન 8 જાન્યુઆરી, 17 જાન્યુઆરી, 21 જાન્યુઆરી, 25 જાન્યુઆરી તેમજ 8 ફેબ્રુઆરી, 15 ફેબ્રુઆરી, 19 ફેબ્રુઆરી, 26 ફેબ્રુઆરી 2025ના રોજ દોડશે. 
  • આ જ પ્રકારે દાનાપુર-વલસાડ મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન નંબર 09020 દાનાપુરથી સાંજે 11:30 કલાકે ઊપડશે અને ત્રીજા દિવસે 9:30 કલાકે વલસાડ પહોંચશે. આ ટ્રેન 9 જાન્યુઆરી, 18 જાન્યુઆરી, 22 જાન્યુઆરી, 26 જાન્યુઆરી અને 9 ફેબ્રુઆરી, 16 ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી, 2025ના રોજ દોડશે.
  • આ ટ્રેન બંને દિશામાં નવસારી, ભેસ્તાન, નંદુરબાર, ભુસાવલ, ખંડવા, ઈટારસી, જબલપુર, કટની, મૈહર, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, મિર્ઝાપુર, ચુનાર, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, બક્સર અને અરાહ સ્ટેશનો પર રોકાશે. જેમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

વાપી-ગયા મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન

  • વાપી-ગયા મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન નંબર 09021 વાપીથી સવારે 8:20 કલાકે ઊપડશે અને બીજા દિવસે સાંજે 7:00 કલાકે ગયા પહોંચશે.  આ ટ્રેન 9 જાન્યુઆરી, 16 જાન્યુઆરી, 18 જાન્યુઆરી, 20 જાન્યુઆરી, 22 જાન્યુઆરી, 24 જાન્યુઆરી અને 7 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 18 ફેબ્રુઆરી અને 22 ફેબ્રુઆરી, 2025ના રોજ દોડશે.
  • આ જ પ્રકારે ગયા-વાપી મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન નંબર 09022  ગયાથી 10:00 કલાકે ઊપડશે અને ત્રીજા દિવસે સવારે 10:00 કલાકે વાપી પહોંચશે. આ ટ્રેન 10 જાન્યુઆરી, 17 જાન્યુઆરી, 19જાન્યુઆરી, 21 જાન્યુઆરી, 23 જાન્યુઆરી, 25 જાન્યુઆરી અને 8 ફેબ્રુઆરી, 15 ફેબ્રુઆરી, 19 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી, 2025ના રોજ દોડશે.
  • આ ટ્રેન વલસાડ, નવસારી, ભેસ્તાન, નંદુરબાર, ભુસાવલ, ખંડવા, ઈટારસી, જબલપુર, કટની, મૈહર, સતના, માણિકપુર, પ્રયાગરાજ, છિવકી, મિર્ઝાપુર, ચુનાર, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, ભભુઆ રોડ, સાસારામ ખાતે ઊભી રહેશે. સોન પર દેહરી અને અનુગ્રહ નારાયણ રોડ સ્ટેશનો પર રોકાશે. જેમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

Google NewsGoogle News