Get The App

નવેમ્બર છતાં ગુજરાતમાં ઠંડીના હજુ કોઈ જ એંધાણ નહીં, રાજકોટ સૌથી વધુ ગરમ

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
નવેમ્બર છતાં ગુજરાતમાં ઠંડીના હજુ કોઈ જ એંધાણ નહીં, રાજકોટ સૌથી વધુ ગરમ 1 - image


Heat Wave in Gujarat: સામાન્ય રીતે નવેમ્બર સાથે જ ફૂલગુલાબી ઠંડીનો પણ પ્રારંભ થઈ જતો હોય છે. જો કે, આ વર્ષે નવેમ્બરનું પ્રથમ સપ્તાહ પૂરો થયો હોવા છતાં ઠંડીનો ચમકારો ગાયબ છે અને દિવસ દરમિયાન ભાદરવા જેવો તાપ પડી રહ્યો છે. 

અમદાવાદમાં 36.5, રાજકોટમાં સૌથી વધુ 38.3 ડિગ્રી તાપમાન

બુધવારે રાતે અમદાવાદમાં 21.8 ડિગ્રી સાથે સરેરાશ લધુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.7 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. જેની સરખામણીએ ગત વર્ષે 7 નવેમ્બરના રોજ 19.4 ડિગ્રી સાથે ઠંડીના ચમકારાનો પ્રારંભ પણ થઈ ગયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ 13 નવેમ્બર સુધી સરેરાશ લધુત્તમ તાપમાનનો પારો 21થી 23 ડિગ્રીની આસપાસ જ રહેશે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર 14 નવેમ્બર બાદ ઠંડીનું પ્રમાણ તબક્કાવાર વધવા લાગશે. 

ગુરુવારે અમદાવાદમાં 36.5 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હજુ આગામી 13 નવેમ્બર સુધી તાપમાન 36 ડિગ્રીની આસપાસ જ રહેશે. રાજ્યમાંથી અન્યત્ર ગુરુવારે દિવસ દરમિયાન ભાવનગરમાં 35.6, સુરતમાં 35.8,  વડોદરામાં 36.4, ભુજમાં 38.3, રાજકોટમાં 38.4 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. 

અમદાવાદમાં ચાર વર્ષમાં 7 નવેમ્બરના લધુતમ તાપમાન 

વર્ષતાપમાન
20212024
202220.5
202320.5
202421.8



Google NewsGoogle News