ગુજરાતના આ જિલ્લામાં પાણી-પાણી કરી નાખવાની મેઘરાજાની તૈયારી, અંબાલાલ પટેલની આગાહી

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
 Representative image in Rain


Gujarat Rain Forecast: ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે. રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે (ચોથી જુલાઈ) સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ધોધમાર વરસાદની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે અને અમદાવાદના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત આગામી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં છઠ્ઠી જુલાઈ અને આઠમી જુલાઈ એક સિસ્ટમ બની રહી છે, જે ફરીથી રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આઠમીથી 16મી જુલાઈ દરમિયાન રાજ્યના ઘણાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. અષાઢી બીજના દિવસે રાજ્યના ભાગોમાં વાદળો છવાયેલા રહેશે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, ચોથી જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં હળવો વરસાદ થઇ શકે છે.

પાંચમી જુલાઈએ નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં હળવો વરસાદ થઇ શકે છે. 

આ પણ વાંચો: ગુજરાત પર મેઘરાજા મહેરબાન, છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ, કડીમાં સૌથી વધુ 5 ઈંચ

છઠ્ઠીથી આઠમી જુલાઈ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં અમુક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.

ગુજરાતના આ જિલ્લામાં પાણી-પાણી કરી નાખવાની મેઘરાજાની તૈયારી, અંબાલાલ પટેલની આગાહી 2 - image


Google NewsGoogle News