Get The App

ગુજરાતમાં ઠંડી વધશે, આગામી 48 કલાકમાં પારો બે-ત્રણ ડિગ્રી ગગડશેઃ હવામાન વિભાગ

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
ગુજરાતમાં ઠંડી વધશે, આગામી 48 કલાકમાં પારો બે-ત્રણ ડિગ્રી ગગડશેઃ હવામાન વિભાગ 1 - image


Weather Forecast: રાજ્યભરમાં ઠંડીએ પોતાનું જોર બતાવવાનું શરુ કરી દીધું છે. એવામાં હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે, આગામી બે દિવસ રાજ્યમાં તાપમાન 2થી 3 ડિગ્રી સુધી ગગડશે, જેનાથી ઠંડીનો ચમકારો વધશે. ગત રાત્રે કચ્છના નલિયામાં સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. રાજકોટ 8.2 ડિગ્રી ઠંડીમાં ઠુઠવાયું હતું. આમ, એક દિવસમાં રાજકોટના સરેરાશ લધુતમ તાપમાનમાં પાંચ ડિગ્રીનો ઘટાડો થયો હતો. આગામી 3 દિવસ રાજકોટનું તાપમાન 10 ડિગ્રીથી નીચે જ રહે તેવી સંભાવના છે. 

આ પણ વાંચોઃ 200 કરોડની જમીનના વિવાદમાં ભાજપના MLA રમેશ ટીલાળા સામે સગી બહેનના ચોંકાવનારા આક્ષેપ

અમદાવાદમાં પડશે કાતિલ ઠંડી

આ સિવાય જ્યાં ઠંડીનો ચમકારો વઘુ અનુભવાયો તેમાં અમરેલી, પોરબંદર, ભુજ, ગાંધીનગર, ડીસા, દાહોદનો સમાવેશ થાય છે. અમદાવાદમાં ગત રાત્રિના 13.5 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 1.2 ડિગ્રી વધારે નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ અમદાવાદનું લઘુતમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ જ રહેવાની સંભાવના છે. બીજી બાજુ હવામાન નિષ્ણાતોને મતે ગુરુવાર સુધી અમદાવાદમાં કાતિલ ઠંડી પડી શકે છે. 

આ પણ વાંચોઃ ગુજરાતનાં વિદ્યાર્થીઓમાં ગણિતનો ગભરાટ: ધોરણ 10માં નાપાસ થવાની બીકે બેઝિક ગણિત પસંદ કરનારા વધ્યા

ક્યાં વધારે ઠંડી?

શહેરતાપમાન
નલિયા06.4
રાજકોટ08.2
અમરેલી10.6
પોરબંદર10.6
ભુજ10.8
ગાંધીનગર11.7
ડીસા12.1
દાહોદ12.9
કંડલા13.0
અમદાવાદ13.5
ભાવનગર13.6
ડાંગ13.8
વડોદરા14.2
દ્વારકા14.6
સુરત16.2

Google NewsGoogle News