ગુજરાતમાં ફરી થશે મેઘમહેર: બે બે સિસ્ટમ સક્રિય થતાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
Rain


Gujarat Weather News : રાજ્યમાં આગામી છ દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં 21-22 ઑગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં બે બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ફરી થશે મેઘમહેર: બે બે સિસ્ટમ સક્રિય થતાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી 2 - image

છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ ખાબક્યો 

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ધીમી ગતિએ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 23 ઑગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા અને અમદાવાદના સાણંદ તાલુકામાં 23 મિમી, મહેસાણાના વિજાપુરમાં 19 મિમી, બનાસકાંઠાના વડગામમાં 18 મિમી, મોરબીમાં 16 મિમી, પાટણના સિદ્ધપુરમાં 15 મિમી વરસાદ ખાબક્યો છે.

બે બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 'ગુજરાતમાંથી ચોમાસાએ હજુ વિદાય લીધી નથી. આગામી ત્રણ દિવસ પછી રાજ્યમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે. તેવામાં બે બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે અરબ સાગરમાં 20 ઑગસ્ટે સિસ્ટમ સક્રિય થતાં તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા કર્ણાટક સુધી વરસાદ લાવી શકે છે. બીજી તરફ, બંગાળના ઉપસાગરમાં 25થી 30 ઑગસ્ટ સુધીમાં સિસ્ટમ સક્રિય થવાથી તેની અસર ગુજરાતમાં જોવા મળશે.'

આ પણ વાંચો : ઉદયપુર બબાલ મામલે તંત્રની આ કેવી કાર્યવાહી? આરોપી વિદ્યાર્થીના ભાડાના મકાન પર બુલડોઝર ફેરવ્યું?

આ વિસ્તારમાં ખાબકી શકે છે ભારે વરસાદ

રાજ્યમાં બે બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે, ત્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, સિસ્ટમ સક્રિય થવાની સૌથી વધુ અસર  દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળતા ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે ગાંધીનગર અને અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં સપ્ટેમ્બરની શરુઆતથી સારો એવો વરસાદ ખાબકી શકે છે.

18 ઑગસ્ટની આગાહી

18 ઑગસ્ટે રાજ્યના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 

ગુજરાતમાં ફરી થશે મેઘમહેર: બે બે સિસ્ટમ સક્રિય થતાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી 3 - image


Google NewsGoogle News