પાણીજન્ય રોગચાળો બેકાબૂ બન્યો, અમદાવાદમાં ઝાડા ઉલટીના ૯૪૦,કોલેરાના ૩૨ કેસ નોંધાયા
વર્ષ-૨૦૨૩માં કોલેરાના ૯૫ કેસ નોંધાયા હતા,આ વર્ષે સાત મહીનામાં જ ૧૫૫ કેસ
અમદાવાદ,સોમવાર,22 જુલાઈ,2024
અમદાવાદમાં લાંબા સમયથી વરસાદ વરસ્યો નથી.પરંતુ પ્રદૂષિત
પાણીના કારણે પાણીજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. જૂલાઈમાં ઝાડા ઉલટીના ૯૪૦ તથા
કોલેરાના ૩૨ કેસ નોંધાયા છે.વર્ષ-૨૦૨૩માં વર્ષાંત સુધીમાં કોલેરાના ૯૫ કેસ નોંધાયા
હતા. આ વર્ષે સાત મહીનામાં જ કોલેરાના ૧૫૫ કેસ નોંધાયા છે.
અમરાઈવાડી,
બહેરામપુરા,ચાંદલોડીયા,ગોમતીપુર ઉપરાંત
દાણીલીમડા,લાંભા, મણિનગર,સરસપુર-રખિયાલ, ઈન્દ્રપુરી, રામોલ-હાથીજણ, વટવા તેમજ ગોતા, જોધપુર, ખોખરા, નવા વાડજમાં
કોલેરાના કેસ નોંધાયા છે.મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પુરુ પાડવામા આવતા પાણીના
લેવાયેલા સેમ્પલ પૈકી ૭૩૬ સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો છે. ૧૫૫ પાણીના
સેમ્પલ અનફીટ જાહેર કરવામા આવ્યા છે.
કયા રોગના કેટલા કેસ નોંધાયા?
રોગ નોંધાયેલા
કેસ
ઝાડા ઉલટી ૯૪૦
ટાઈફોઈડ ૪૨૩
કમળો ૨૨૮
કોલેરા ૦૩૨
ડેન્ગ્યૂ ૦૭૯
મેલેરિયા ૦૧૪
ચિકનગુનિયા ૦૦૨