નદીપારના વિસ્તારોને આજે અપુરતા પ્રેસરથી પાણી મળશે

સાબરમતી, સ્ટેડિયમ,નવા વાડજ, નારણપુરા, નવરંગપુરા,પાલડી તથા વાસણા વોર્ડના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનને અસર થશે

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News

     નદીપારના વિસ્તારોને આજે અપુરતા પ્રેસરથી પાણી મળશે 1 - image

  અમદાવાદ,બુધવાર,20 સપ્ટેમબર,2023

અમદાવાદના સાબરમતી ટોરેન્ટ પાવરથી  કેશવનગર તરફ જવાના રોડ ઉપર જે.પી.ની ચાલી પાસે બુલેટ ટ્રેનની ચાલી રહેલી કામગીરી સમયે મ્યુનિ.ની પીવાના પાણીની૧૬૦૦ એમ.એમ.ડાયામીટરની  લાઈન તુટી જતા લાખો લિટર પાણી રોડ ઉપર વહી ગયુ હતુ.પાઈપલાઈન તુટવાની ઘટનાના પગલે મ્યુનિ.ના ઈજનેર તથા વોટર ડિસ્ટ્રીબ્યુશન વિભાગ તરફથી પાણીની પાઈપલાઈનનો વાલ્વ બંધ કરવામાં આવ્યો છે.જેના કારણે સાબરમતી, સ્ટેડિયમ,નવા વાડજ, નારણપુરા, નવરંગપુરા,પાલડી તથા વાસણા વોર્ડના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનને અસર થશે.ગુરુવાર સવાર સુધીમાં પાણીની પાઈપલાઈનમાં પડેલા ભંગાણના સમારકામની કામગીરી પુરી કરી લેવામાં આવશે.આ કારણથી આ વિસ્તારમાં સવારના સમયે અપુરતા પ્રેસરથી પાણી મળવાની સંભાવના વ્યકત કરાઈ છે.


Google NewsGoogle News