Get The App

અમદાવાદમાં વક્ફ બિલનો વિરોધ, 50 લોકોની અટકાયત, રાંચી-કોલકાતામાં પણ દેખાવો

Updated: Apr 4th, 2025


Google News
Google News
અમદાવાદમાં વક્ફ બિલનો વિરોધ, 50 લોકોની અટકાયત, રાંચી-કોલકાતામાં પણ દેખાવો 1 - image


Waqf Bill Protest in Ahmedabad: વક્ફ સુધારા બિલ 2025ને લોકસભામાં મંજૂરી મળ્યા બાદ આખરે મોડી રાતે લાંબી ચર્ચા બાદ રાજ્યસભામાં પણ પાસ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદમાં વક્ફ બિલને લઇને લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે. અહીં શુક્રવારની નમાજ બાદ મોટાપાયે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. પ્રદર્શનકારીઓએ આ બિલ વિરૂદ્ધ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. પોલીસે કડક વલણ અપનાવતાં 50થી વધુ લોકોની અટકાયત કરી લીધી છે. પ્રદર્શન દરમિયાન તણાવભર્યો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ પોલીસે સ્થિતિને કાબૂમાં રાખી હતી. તો બીજી તરફ પશ્વિમ બંગાળની રાજધાની કોલકાતામાં અને રાંચીમાં પણ વક્ફ બિલનો વિરોધ જોવા મળ્યો છે. અહીં પણ લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને વક્ફ બિલ પાછું ખેંચી લેવા નારેબાજી કરતા જોવા મળ્યા હતા. 

રાંચીમાં પ્રદર્શન

તો બીજી તરફ રાંચીમાં પણ અલ્પસંખ્યક સમુદાય (મુસ્લિમ)એ સંસદના બંને સદનો દ્વારા મંજૂર વક્ફ બિલમાં સંશોધનના વિરોધમાં જોરદાર વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. જુમાની નમાજ બાદ એકરા મસ્જિદની બહાર પ્રદર્શનકારીઓએ હાથમાં બેનર લઇને પોતાની માંગ અને આ સંશોધનો વિરોધ વ્યક્ત કર્યો હતો. પ્રદર્શનકારી બિલમાં ફેરફારને પોતાના અધિકારો પર હુમલો ગણાવી રહ્યા છે.   

આ પણ વાંચો: રાજ્યસભામાં પણ વક્ફ બિલ પાસ, તરફેણમાં 128 તો વિરોધમાં 95 વોટ, હવે રાષ્ટ્રપતિને મોકલાશે

બિહારમાં પણ એકઠા થયા લોકો

બિહારના જમુઇના રજા નગર ગૌસિયા મસ્જિદમાં પણ જુમાની નમાજ બાદ મુસ્લિમ સમુદાયના લોકોએ વિરોધ વ્યક્ત કર્યો. પ્રદર્શનમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો હાજર હતા. લોકોને મુખ્યમંત્રી નીતીશ કુમાર, પૂર્વ મુખ્યમંત્રી તથા કેન્દ્રીય મંત્રી જીતન રામ માંજી, લોજપા (આર)ના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા કેન્દ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન વિરૂદ્ધ જોરદાર નારેબાજી કરી અને વિધાનસભા ચૂંટણીમાં પાઠ ભણાવવાની વાત કહી. 

ઉત્તર પ્રદેશમાં હાઇ એલર્ટ

આ દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસ એલર્ટ મોડમાં છે. જુમાની નમાજને લઇને રાજધાની લખનઉ, સંભલ, બહરાઇચ, મુરાદાબાદ, મુજફફરનગર, સહારનપુર અને નોઇડા સહિત રાજ્યના અન્ય સંવેદનશીલ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. બિલના વિરોધ પ્રદર્શનની આશંકાને લીધે લખનઉના સંવેદનશીલ  વિસ્તારોમાં પોલીસકર્મીઓને ગોઠવી દેવામાં આવ્યા છે. ડ્રોન અને સી.સી.ટી.વી. વડે નજર રાખવામાં આવી રહી છે. 

સંસદમાંથી વક્ફ સંશોધન બિલ પાસ થયા બાદ હિંસાની આશંકાને જોતાં નાગપુર પોલીસે એડવાઇઝરી જાહેર કરીને કહ્યું કે હિંસક દ્વશ્યોવાળા વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારા વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે. યૂપી પોલીસ સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે અને અફવાઓ ફેલાનારાઓ સામે કડક કાર્યવાહીના નિર્દેશ છે. 

પોલીસ અધિકારીઓને ચેતાવણી આપતાં કહ્યું કે કાયદો-વ્યવસ્થા બગાડવાનો પ્રયત્ન કરનારા વિરૂદ્ધ કાર્યવાહી થશે. લખનઉમાં 61 હૉટસ્પૉટ ચિન્હિત કરીને તેમને સેન્સેટિવ ઝોનમાં રાખવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સીઓને ઇનપુટ મળ્યા હતા કે ખાસકરીને શુક્રવારે જુમાની નમાજ બાદ વક્ફ બિલને લઇને લખનઉના કેટલાક ભાગોમાં વિરોધ પ્રદર્શનની આશંકા છે.

Tags :