જામનગરમાં હનીટ્રેપના કેસનો ફરાર આરોપી વડોદરામાં પકડાયો
વડોદરાઃ જામનગરમાં હનીટ્રેપના કહેવાતા એક કેસનો આરોપી વડોદરામાં છુપાયો હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાન્ચે વોચ રાખી ઝડપી પાડયો છે.
જામનગરમાં થયેલી ફરિયાદમાં હનીટ્રેપના કેસમાં એક યુવકને ધમકાવી રૃપિયા પડાવવામાં આવતા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધ્યો હતો.જે કેસમાં પ્રતીક નામના આરોપીને પોલીસ શોધી રહી હતી.
પ્રતીક કનખરા(હાલ રહે.પાર્થભૂમિ સોસાયટી,માંજલપુર મૂળ રહે.શ્રીજી ફ્લેટ્સ, હવાઇચોક,જામનગર) અને સાગરીતોએ યુવક પાસેથી જબરદસ્તી રૃ.૧.૮૩ લાખ પડાવ્યા હતા.કોર્ટે તેની જામીન અરજી પણ નામંજૂર કરી હતી.
આરોપી એક વર્ષથી વડોદરામાં રહેતો હોવાની વિગતો મળતાં ક્રાઇમ બ્રાન્ચની મદદ લેવામાં આવી હતી.પોલીસે વોચ રાખી પ્રતીકને ઝડપી પાડી જામનગર પોલીસને સોંપવા તજવીજ કરી છે.