Get The App

વાઘોડિયાના MLA મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી આપ્યુ રાજીનામું

Updated: Nov 13th, 2022


Google NewsGoogle News
વાઘોડિયાના MLA મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી આપ્યુ રાજીનામું 1 - image


- મધુ શ્રી વાસ્તવ 6 ટર્મથી ધારાસભ્ય હતા

વડોદરા, તા. 13 નવેમ્બર 2022, રવિવાર

વડોદરા જિલ્લાના વાઘોડિયા બેઠકના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ધારાસભ્ય પદ અને ભાજપમાંથી રાજીનામું આપી દીધુ છે. મધુ શ્રી વાસ્તવ 6 ટર્મથી ધારાસભ્ય હતા. મધુ શ્રીવાસ્તવની છાપ દબંગ અને બાહુબલી નેતા તરીકેની છે. મધુ શ્રીવાસ્તવે વડોદરા કાર્યકર્તા સંમેલનમાં જાહેરાત કરી છે. 

વાઘોડિયાના MLA મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી આપ્યુ રાજીનામું 2 - image

ટિકીટ ન મળતા તેઓ પાર્ટીથી નારાજ હતા. હવે તેઓ અપક્ષમાંથી ચૂંટણી લડશે. રાજીનામાં બાદ મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, મને ટિકિટ ન મળતા કાર્યકરો નારાજ થયા હતા અને તેમણે જ મને રાજીનામુ આપવા કહ્યું હતુ. જેના કારણે મે ભાજપને રામ-રામ કરી દીધા છે. આ સાથે તેમણે કહ્યું કે, મેં મારી રાજકીય કારકિર્દીમાં એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો નથી. તેમજ મધુ શ્રીવાસ્તવે અત્યાર સુધી ત્તક આપવા માટે ભાજપનો આભાર પણ માન્યો છે.

મધુ શ્રીવાસ્તવની ટીકીટ કપાતા તેમના પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો. મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાતા તેમની દીકરીએ રોષ વ્યક્ત કર્યો. મધુ શ્રીવાસ્તવના પુત્રી અને ભાજપ નેતા નીલમ શ્રીવાસ્તવે કહ્યું કે, મારા પિતાની ટિકિટ કાપી ભાજપે અપમાન કર્યું છે. મારા પિતા અપક્ષ ચૂંટણી લડશે અને જીતશે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 20 ઉમેદવારોમાંથી મારા પિતાએ 18 ઉમેદવાર જીતાડ્યા છે. અશ્વિન પટેલ જિલ્લા પંચાયતની ચૂંટણી નહિ જીતી શક્યા તો વિધાનસભા કેવી રીતે જીતશે. 

વડોદરા જિલ્લાના વાઘોડિયા વિધાનસભા મતવિસ્તારના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ એ આજે ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડી નાખી રામરામ કરી અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હોવાનું જાણવા મળે છે.

વડોદરા શહેર જિલ્લાની આઠ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ તાજેતરમાં ઉમેદવારોના નામની જાહેરાત કરતાની સાથે ભારતીય જનતા પાર્ટીમાં બળવો થવાના એંધાણ શરૂ થયા હતા જેને ધ્યાનમાં રાખી ગઈકાલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા જિલ્લામાં ડેમેજ કંટ્રોલ કરવા પ્રયત્ન કર્યો હતો એટલું જ નહીં કાર્યકર્તાઓને મળીને બળવો કરનારા સામે પુરા જુસ્સાથી મતદાન કરવાની સલાહ આપી હતી.

દરમિયાનમાં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પર પ્રદેશ કાર્યાલય માંથી ફોન આવ્યો હતો અને હર્ષ સંઘવીને મળવાનું જણાવ્યું હતું પરંતુ તેઓ સારંગપુર હનુમાન દાદા ના દર્શનાર્થે ગયા હોવાથી મળવા ગયા ન હતા.


આજે સવારે વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય એ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને પત્ર લખી ભાજપ માંથી રાજીનામું આપી દીધું છે તેમ જણાવ્યું છે સાથે સાથે હવે તેઓ અપક્ષ ચૂંટણી લડશે.વડોદરાની વાઘોડિયા સીટ પરથી મધુ શ્રીવાસ્તવની જગ્યાએ જિલ્લા પ્રમુખને ટિકિટ અપાઈ છે. દરમિયાન તેમણે જણાવ્યું કે, તેઓ અપક્ષમાંથી ઉમેવારી નોંધાવશે કે નહીં તે અંગે કાર્યકરો જેમ કહેશે તેમ કરીશ.  ઉલ્લેખનિય છે કે, મધુ શ્રીવાસ્તવ વડોદરામાં દબંગ ધારાસભ્યની છાપ ધરાવે છે. તેઓ અવાર-નવાર વિવાદિત ટિપ્પણીઓ કરી ચર્ચામાં આવતા રહે છે. ટિકિટ કપાતા જ મધુ શ્રીવાસ્તવ નિરાશ થયા છે. તેમણે કહ્યું કે વર્ષોથી પાર્ટી માટે કામ કર્યું પણ કદર ન કરી, હવે હું અપક્ષમાંથી ચૂંટણી લડીશ.


Google NewsGoogle News