Get The App

વાવ બેઠકની ચૂંટણીમાં રોમાંચક ક્રિકેટ મેચની જેમ ભાજપે છેલ્લી ઓવરોમાં બાજી પલટી ચોંકાવ્યો

Updated: Nov 24th, 2024


Google NewsGoogle News
વાવ બેઠકની ચૂંટણીમાં રોમાંચક ક્રિકેટ મેચની જેમ ભાજપે છેલ્લી ઓવરોમાં બાજી પલટી ચોંકાવ્યો 1 - image


Gujarat Vav By-Election Results 2024: બનાસકાંઠાની વાવ બેઠકમાં આવતા ભાભર તાલુકાના મતદારોએ ભાજપને વિજય અપાવ્યો છે. કારણ કે 1થી 9 રાઉન્ડમાં વાવ તાલુકાના ગામો અને 10થી 15 રાઉન્ડમાં સુઈગામના ગામોએ કોંગ્રેસના ઉમેદવારને સરસાઈ અપાવી હતી. પરંતુ 19થી 23 રાઉન્ડમાં ભાભર તાલુકાની મતગણતરી સમયે પાસું પલટાઈ ગયું હતું જેમાં ભાજપના ઉમેદવારને સતત સરસાઈ મળતી હતી.

વાવ બેઠકની ચૂંટણીમાં રોમાંચક ક્રિકેટ મેચની જેમ ભાજપે છેલ્લી ઓવરોમાં બાજી પલટી ચોંકાવ્યો 2 - image

ભાજપે તમામ તાકાત કામે લગાડીને લોકસભાના એકમાત્ર કોંગ્રેસી સાંસદ ગેનીબેન ઠાકોરનો ગઢ જીતી લીધો છે. આ બેઠકના ઈતિહાસમાં ભાજપમાં આ ત્રીજી જીત છે. પ્રત્યેક રાઉન્ડના અંતે કોંગ્રેસની લીડમાં વધારો થતો રહ્યો હતો. પરંતુ પાછળના ત્રણ રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવારની લીડ ઝડપથી કપાઈ હતી. 14મો રાઉન્ડ ચાલતો હતો. ત્યારે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની સરસાઇ 14,102 મતોની હતી.

આ પણ વાંચો: અમદાવાદની મહિલા પર હિંમતનગરના માર્બલ વેપારીએ આચર્યું દુષ્કર્મ, પોલીસે ફરિયાદ પણ ન લીધી


પ્રથમ રાઉન્ડમાં જ કોંગ્રેસને 258 મતોની સરસાઈ મળી હતી. જે બીજા રાઉન્ડમાં વધીને 304 અને ત્રીજા રાઉન્ડમાં  1,174  થઇ ગઈ હતી. જ્યારે 14મા રાઉન્ડ પછી કોંગ્રેસની લીડમાં ઘટાડો થઇ રહ્યો હતો. 17માં રાઉન્ડમાં 10,397થી ઘટીને 18માં રાઉન્ડમાં 8166 થઈ હતી.

વાવ બેઠકની ચૂંટણીમાં રોમાંચક ક્રિકેટ મેચની જેમ ભાજપે છેલ્લી ઓવરોમાં બાજી પલટી ચોંકાવ્યો 3 - image


Google NewsGoogle News