૩૫ લાખ લઇ દંપતિને કેનેડા મોકલી ૨૫ હજાર કેનેડીયન ડોલરની માંગણી કરાઇ
સ્કીલ બેઝ્ડ વિઝાના નામે કેનેડાના પીઆર અપાવવાનું કહી છેતરપિંડી
અમદાવાદમાં પેસેફીક રીલોકેટેડ સર્વિસના સંચાલક વિરૂદ્ધ ગંભીર આરોપ લગાવવામાં આવ્યાઃ સમગ્ર કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવા માંગણી
( છેતરપિંડી કરનાર નિતિન પાટીલ)અમદાવાદ,બુધવાર
સ્કીલ બેઝ્ડ વિઝા અપાવવાના નામે કેનેડા મોકલીને પીઆરની ખાતરી આપી લાખની રકમ લઇ દંપતિને કેનેડા મોકલ્યા બાદ પેસેફીક રીલોકેશન સર્વિસના સંચાલકોએ કેનેડામાં દંપતિને પીઆરની કામગીરી કરવા માટે વધુ ૨૫ હજાર કેનેડીયન ડોલરની માંગણી કરવામાં આવી હતી. એટલું જ તેમને ધમકી આપવામાં આવી હતી કે જો કે તે માંગણી મુજબના કેનેડીયન ડોલરની ચુકવણી નહી કરે તો કેનેડામાં પીઆર નહી અપાવે. એટલું જ નહી દંપતિને એક જોબમાંથી પણ છુટા કરી દેવાયા છે. આ મામલે કેનેડા પોલીસમાં રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ, ત્યાં કોઇ પ્રતિક્રિયા ન મળતા રાજ્યના ગૃહ વિભાગ, ડીજીપી અને પોલીસ કમિશનરને ન્યાય માટે રજૂઆત કરવામાં આવી છે. અમદાવાદના એસજી હાઇવે પર આર્શીવાદ પારસ-૧માં આવેલા પેસેફીક રીલોકેશન સર્વિસના નિતિન પાટીલ વિરૂદ્ધ સ્કીલ બેઝ્ડ વિઝાના આધારે કેેનેડામાં ગયેલા એક દંપતિએ ન્યાય માટે રાજ્યના ગૃહવિભાગ, ડીજીપી અને પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે હાલ કેનેડામાં રહેતા રહેતા અશ્વિન વાણંદ નામના વ્યક્તિને કેનેડામાં સલૂનના કામ માટે સ્કીલ બેઝ્ડ વિઝા લઇે ગયા બાદ પત્ની સાથે કાયમ સ્થાયી થવાની ઇચ્છા હતી. જેથી તેમણે પેસેફીક રિલોકેશન સર્વિસની ઓફિસ પર નિતીન પાટીલને સંપર્ક કર્યો હતો. તેણે જણાવ્યું હતુ કે તે પોતાને કેનેડીયન પાસપોર્ટ ધરાવે છે અને ત્યાં પીઆર અપાવી દેશે. જેથી અશ્વિનભાઇને વિશ્વાસ આવ્યો હતો અને તેમણે નિતીન સાથે ૩૦.૨૫ લાખમાં ડીલ નક્કી કરી હતી અને કેનેડાના વિઝા અપાવ્યા હતા. ત્યારબાદ ઉપરની પ્રોસેસ માટે નવ લાખની માંગણી કરી હતી. જે ડીલ મુજબ નહોતા. પરંતુ, ેનિતીને કહ્યુ હતું કે જો નાણાં નહી મળે તો વિઝાનું કામ અટકી જશે. જેથી અશ્વિનભાઇએ ચાર લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ તે કેનેડા આવી ગયા હતા. જ્યાં અશ્વિનને સલૂનનું કાયદેસરનું કામ અપાવ્યું હતુ અને તેમના પત્નીને નિતિને અન્ય સલૂમમાં કામ અપાવવાનું કહ્યું હતું. પરંતુ, લાંબા સમયથી સુધી પીઆરને લગતી કામગીરી થતી ન હોવાથી અશ્વિનભાઇએ નિતિન સંપર્ક કરતા તેણે ખોટી ખાતરી આપીને વધુ સમય રાહ જોવાનું કહ્યું હતું. જે સમય વિતી ગયા બાદ પણ પીઆરની કામગીરી ન થતા ફરીથી નિતિનનો સપર્ક કરતા તેણે ધમકી આપીને અશ્વિનભાઇને જોબમાંથી છુટા કરાવી દીધા હતા અને ફરીથી નોકરી તેમજ પીઆરની કામગીરી માટે ૨૫ હજાર કેનેડીયન ડોલરની માંગણી કરી હતી. સાથે સાથે કહ્યું હતું કે જો કેનેડીયન ડોલર નહી મળે તો જોબ પણ સેટ નહી થાય. આમ, અમદાવાદથી કેનેડામાં સેટ થવાની આશા સાથે ગયેલું દંપતિ હાલ કેનેડામાં ફસાઇ ગયું છે અને ગુજરાન ચલાવવા માટે ત્યાં છુટક મજુરી જેવું કામ કરવાનો વારો આવ્યો છે. છેતરાયાનો અહેસાસ થતા દંપતિએ કેનેડા પોલીસનો સંપર્ક કર્યો હતો. પંરતુ, તેેમના દ્વારા કોઇ પ્રતિભાવ ન મળતા છેવટે રાજ્યના ગૃહવિભાગ, ડીજીપી અને પોલીસ કમિશનરને ઇ-મેઇલ દ્વારા તમામ હકીકત મોકલીને નિતિન પાટીલ વિરૂદ્ધ સમગ્ર મામલે તપાસ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. આ અગાઉ પેસેફીક રીલોકેશન સર્વિસ દ્વારા સ્કીલ બેઝ્ડ વિઝાના નામે એક મહિલાના આઠ લાખ રૂપિયા લઇને તેનો પાસપોર્ટ અને અસલી દસ્તાવેજો પરત નહી કરીને છેતરપિંડી કરવાના મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત, અન્ય લોકોએ પણ લાખો રૂપિયા ગુમાવ્યાનું સામે આવ્યું છે. જેની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવા માટે પણ માંગણી કરવામાં આવી છે.