૩૦ દિવસમાં વિજિલન્સ તપાસ પુરી કરાશે , ડાયરેકટર પાર્કસ એન્ડ ગાર્ડનનું રાજીનામુ અંતે મંજૂર કરાયું
ઈકોલોજી પાર્ક,બગીચા ખાતામાં ભ્રષ્ટાચારના આક્ષેપને લઈ શોકોઝ અપાઈ હતી
અમદાવાદ,બુધવાર,19 ફેબ્રુ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડાયરેકટર પાર્કસ એન્ડ
ગાર્ડન તરીકે ફરજ બજાવતા જિજ્ઞોશ પટેલનું રાજીનામુ અંતે મંજૂર કરાયુ છે. તેમની
સામે થલતેજમાં જમીનની ખરાઈ કર્યા સિવાય ઈકોલોજી પાર્ક બનાવવા ઉપરાંત બગીચા ખાતામાં
ભ્રષ્ટાચારના આક્ષેપને લઈ શોકોઝ અપાઈ હતી.તેમની સામે ચાલી રહેલી ખાતાકીય તપાસનો
રીપોર્ટ ૩૦ દિવસમાં આપવા સુચના અપાઈ છે.૧૮ ફેબુ્રઆરી-૨૫ના રોજ જિજ્ઞેશ પટેલે તેમની
સ્વૈચ્છિક નિવૃત્તિની અરજી પરત ખેંચી આગળની ઘટતી કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરી
હતી.
મેયર પ્રતિભા જૈનની અધ્યક્ષતામાં મ્યુનિ.સ્ટાફ સિલેકશન
કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં ડાયરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન જિજ્ઞેશ પટેલે ૩૦
ઓગસ્ટ-૨૪થી અંગત કારણોસર આજ તારીખથી અમલમાં આવે એ પ્રમાણે સ્વૈચ્છિક નિવૃત્તિ મંજૂર કરવા કરેલી અરજીને આધારે તેમની ખાતાકીય
તપાસ ૩૦ દિવસમાં પુરી કરી તેનો રીપોર્ટ કમિટીમા રજૂ કરવા સાથે રાજીનામુ મંજૂર કર્યુ
છે.એક અન્ય કિસ્સામાં ડેપ્યુટમ્સીટી ઈજનેર તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર બી પટેલે
અંગત કારણોસર ૧૦ ઓકટોબર-૨૪થી સ્વૈચ્છિક નિવૃત્તિ મંજૂર કરવા અરજી કરી હતી.તેમની
સામે વિજિલન્સ તપાસ ચાલતી હોવાથી ત્રણ માસમાં તપાસ પુરી કરી ફરીથી દરખાસ્ત રજૂ
કરવા સુચના આપવામા આવી હતી.પ્રેમલ શેઠ,
રાકેશ બોડીવાલા અને સંજય સુથારને પ્રોબેશન પિરીયડ પુરો થતા એડીશનલ સીટી ઈજનેર
તરીકે કાયમી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.