વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ, દેશ-વિદેશના અનેક મહાનુભાવો પહોંચ્યા મહાત્મા મંદિર
Image : Twitter |
Vibrant Gujarat Global Summit 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને આજે બે દિવસ ચાલનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ધાટન કરશે. આ વર્ષે આ સમિટની થીમ ગેટવે ટુ ફ્યુચર છે જેમાં 34 દેશો અને 16 સંસ્થાઓ ભાગ લઈ રહી છે.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 લાઇવ અહીં જુઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પહોંચી ગયા છે જ્યાં તેઓ 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તેમજ વિવિધ દેશના વડાઓ અને વિદેશના પ્રતિનિધિઓ તેમજ મોટા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે. હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટના ઉદ્ધાટન પહેલા વૈશ્વિક નેતાઓનું સ્વાગત કરી રહ્યા છે.
સમિટમાં ભાગ લેવા અનેક દેશના અનેક ઉદ્યોગપતિ સહિત 25 હજારથઈ વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહેશે
આ સમિટમાં ભાગ લેવા માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, સન ફાર્માના દિલિપ સંઘવી સહિત દેશ વિદેશના અનેક ઉદ્યોગપતિ, નેતા, વિવિધ ડેલિગેશન મહાત્મા મંદિરે પહોંચ્યા છે. બે દિવસ સુધી ચાલનારા આ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટે ગાંધીનગરના મહાત્મા મંદિરના કન્વેન્શન હોલમાં ગ્લોબલ સીઇઓ, બિઝનેસ પ્રતિનિધિમંડળા, રાજદ્વારીઓ, વીઆઈપી મહાનુભાવો સહિત 25 હજારથી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહેશે.
વાઇબ્રન્ટ સમિટને પગલે કડક સુરક્ષા વ્યવસ્થા
ગાંધીનગરમાં સમિટના બંદોબસ્તને છ ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે જેમાં મહાત્મા મંદિર, એક્ઝિબિશન સેન્ટર, ગિફ્ટ સિટી, રાજભવન, રોડ બંદોબસ્ત અને મોરચા સ્કવોર્ડનો સમાવેશ થાય છે. આવનારા મહેમાનો માટે એડીજીપી, આઇજીપી, એસપી સહિત 7000 પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, 100 કમાન્ડો, 21 મોરચા સ્કર્વોડ, 8 QRT ટીમ, 15 BDDS સહિતના પોલીસ અધિકારી કર્મચારીઓ કર્મીઓ તૈનાત રહેશે. ગુજરાતની વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટમાં પહેલીવાર મહાત્મા મંદિરના કન્વેન્શન હોલમાં એનામોફ્રિક પ્રોજેક્શન સુવિધાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.