Get The App

વટવા GIDCમાં આવેલી ફેક્ટરીમાં આગ: ફાયર વિભાગની 18 ગાડી-35 જવાનોએ આગ પર મેળવ્યો કાબુ

Updated: Dec 9th, 2024


Google NewsGoogle News
વટવા GIDCમાં આવેલી ફેક્ટરીમાં આગ: ફાયર વિભાગની 18 ગાડી-35 જવાનોએ આગ પર મેળવ્યો કાબુ 1 - image


Vatva GIDC Fire Incident : અમદાવાદમાં વટવા GIDCમાં ભીષણ આગ લાગી હતી. વટવા GIDCમાં ફેજ-1માં પ્લોટ નંબર 123-124માં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગની 18 ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ સાથે આગના બનાવને લઈને પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો. આ ઘટનામાં 35 ફાયર ફાઈટર્સ અને અધિકારીઓની 4 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. ઘટનામાં એક ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં. જ્યારે કયા કારણોસર આગ લાગી તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી. 

વટવા GIDCમાં આવેલી ફેક્ટરીમાં આગ: ફાયર વિભાગની 18 ગાડી-35 જવાનોએ આગ પર મેળવ્યો કાબુ 2 - image

આ પણ વાંચો: GPSC ની તૈયારી કરનાર ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર, પ્રાથમિક કસોટીની તારીખ થઈ જાહેર

વટવા GIDCમાં લાગી ભીષણ આગ 

મળતી માહિતી મુજબ, વટવા GIDCમાં ફેજ-1માં પ્લોટ નંબર 123-124માં અલકેશ એન્ટરપ્રાઇઝ નામના એકમમાં ભીષણ આગની ઘટના સર્જાઈ હતી. આગ વિકરાળ બનતા ફાયર વિભાગની 18 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઘટનામાં 35 ફાયર ફાઈટર્સ અને અધિકારીઓની 4 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. આગ ઓલવવા માટે ફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વટવા GIDCમાં આવેલી ફેક્ટરીમાં આગ: ફાયર વિભાગની 18 ગાડી-35 જવાનોએ આગ પર મેળવ્યો કાબુ 3 - image

એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા

સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગ સહિત પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, ફેક્ટરીમાં મોટી માત્રામાં સોલવંટનો જથ્થો હોવાથી આગ લાગી હોઈ શકે છે. આગના બનાવમાં 50 વર્ષના એક વ્યક્તિને દાઝી જવાથી ઈજા પહોંચી હોવાથી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કયા કારણોસર આેેગ લાગી તેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

વટવા GIDCમાં આવેલી ફેક્ટરીમાં આગ: ફાયર વિભાગની 18 ગાડી-35 જવાનોએ આગ પર મેળવ્યો કાબુ 4 - image

શાહિબાગમાં ગેસ સિલિન્ડર ફાટતા લાગી આગ 

અમદાવાદના શાહિબાગ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. શાહિબાગ વિસ્તારની ગણપત સોસાયટીમાં ગેસ સિલિન્ડર ફાટતા આગ લાગી હતી. આગની ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવવામાં આવી. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.વટવા GIDCમાં આવેલી ફેક્ટરીમાં આગ: ફાયર વિભાગની 18 ગાડી-35 જવાનોએ આગ પર મેળવ્યો કાબુ 5 - image


Google NewsGoogle News