વસ્ત્રાલમાં AMCએ મંદિર અને ચબૂતરો તોડતાં સ્થાનિકો વિફર્યા, એસ્ટેટ વિભાગના કર્મચારીઓને ધક્કે ચડાવ્યા
રોડ ઉપરના દબાણો તોડતા નથી અને આવા નાના મંદિરોને તોડી નાંખવામાં આવે છે તેવો સ્થાનિકોનો આક્ષેપ
મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈને દબાણ વિભાગની ગાડીની આગળ ઉભી રહી ગઈ
અમદાવાદઃ (Ahmedabad)શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં વધી ગયેલા દબાણો દૂર કરવા આજે AMC પૂર્વ ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી હતી. એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા નાનો ચબૂતરો અને મંદિર તોડી પાડતાં સ્થાનિક લોકો ઉશ્કેરાયા હતાં. (Vastral)એસ્ટેટ વિભાગની ટીમ સાથે સ્થાનિક લોકોએ બોલાચાલી કરી હતી. ત્યાર બાદ આ ટીમ રવાના થતાં મહિલાઓએ ચારેબાજુથી ઘેરી લીધી હતી. (AMC ) ત્યાર બાદ સ્થાનિક લોકો અને એસ્ટેટ વિભાગની ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો પહોંચી ગયો હતો અને મામલો થાળે પાડવાના પ્રયાસો શરૂ કર્યા હતાં.
AMC પૂર્વ ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી હતી
પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં વધી ગયેલા દબાણો દૂર કરવા માટે AMC પૂર્વ ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી હતી. આ ટીમે નાનકડું મંદિર અને ચબૂતરો તોડી પાડતાં સ્થાનિક લોકો રોષે ભરાયા હતાં. (AMC breaks temple)મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોએ મંદિર તેમજ ચબૂતરો તોડવા મામલે વિરોધ કર્યો હતો. રોડ ઉપર ખડકાયેલા દબાણો તોડતા નથી, પરંતુ આવા નાના મંદિરોને તોડવામાં આવે છે તેવો આક્ષેપ ટીમ પર કરવામાં આવ્યો હતો. (estate department)સ્થાનિક લોકોની દબાણની ગાડીઓના કર્મચારીઓ અને ફરજ પરના અધિકારીઓ સાથે ઝપાઝપી થઈ હતી.
AMCના દબાણ વિભાગના કર્મચારીઓને ધક્કે ચડાવ્યા
સ્થાનિક મહિલાઓ સાથે માથાકુટ થતાં લોકોએ AMCના દબાણ વિભાગના કર્મચારીઓને ધક્કે ચડાવ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈને દબાણ વિભાગની ગાડીની આગળ ઉભી રહી ગઈ હતી. વિભાગના કર્મચારીઓ અને સ્ટાફ સાથે સ્થાનિકોનું ઘર્ષણ સર્જાતા આમને સામને બંને દ્વારા મોબાઈલ લઈ અને વીડિયો રેકોર્ડિંગ કરવાનું શરૂ કર્યું હતું. આક્ષેપબાજી અને વિરોધના પગલે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જેથી સ્થાનિક પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો.