Get The App

વ્હાલી દીકરી યોજના : સરકાર 1,10,000ની આપે છે સહાય, 18 વર્ષ પછી પૈસાની તંગી નહીં પડે

ગુજરાત સરકાર દ્વારા દિકરીઓનું જન્મપ્રમાણ વધારવા, શિક્ષણ ડ્રોપઆઉટ દર ઓછો કરવા અને બાળલગ્ન અટકાવવા આ યોજનાનો લાભ અપાય છે

આ યોજનાનો લાભ કુલ ત્રણ તબક્કામાં મળવી શકાય છે

Updated: Jan 16th, 2023


Google NewsGoogle News
વ્હાલી દીકરી યોજના : સરકાર 1,10,000ની આપે છે સહાય, 18 વર્ષ પછી પૈસાની તંગી નહીં પડે 1 - image


આ યોજનના માટે સરકારનો ઉદેશ્ય 
ગુજરાત સરકાર દ્વારા દિકરીઓનું જન્મપ્રમાણ વધારવા, શિક્ષણ ડ્રોપઆઉટ દર ઓછો કરવા અને બાળલગ્ન અટકાવવા આ યોજનાનો લાભ અપાય છે. 

કુલ કેટલી સહાય મળવાપાત્ર?
આ યોજનામાં ત્રણ તબક્કામાં કુલ 1,10,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે.

પ્રથમ તબક્કો 
ઘોરણ-1 માં આવે ત્યારે રૂપિયા 4000ની સહાય મળે છે.

બીજો તબક્કો 
ઘોરણ-9માં આવે ત્યારે રૂપિયા 6000ની સહાય મળે છે.

ત્રીજો તબક્કો 
18 વર્ષની ઉંમર થયા પછી રૂપિયા 1,00,000 લગ્ન માટે અથવા ઉચ્ચ અભ્યાસ માટે સરકાર દ્વારા સહાય મળે છે. 

આ યોજનાનો લાભ કોને મળશે?
જેમની વાર્ષિક આવક રૂપિયા 2,00,000 સુધીમાં હોય તેવા પરિવારોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.  જેમની દિકરીનો જન્મ 02-08-2019 બાદ થયો હશે તેવી દીકરીયોને જ આ યોજનનો લાભ મળવાપાત્ર છે. એક પરિવારમાં વધુમાં વધુ ત્રણ દિકરી સુધી જ આ લાભ મળવાપાત્ર છે.

યોજનાની અરજી કરવા શું કરવું?
Wcd.gujarat.gov.inની સાઈટ પર જઈ અરજીપત્રક ડાઉનલોડ કરી શકાય છે અથવા તો ગ્રામ્ય, તાલુકા કે જિલ્લા સ્તરની સરકારી વહીવટી કચેરીમાંથી જઈને વિનામૂલ્યે ફોર્મ મેળવી શકાય છે.

અરજી સાથેના પુરાવવા
અરજીપત્રકમાં ક્યાં જરૂરી પુરાવા જોડવાના તેની માહિતી અરજીપત્રકની પાછળ લખેલી વિગતો પરથી જ મેળવી શકાય છે. જેમ કે, આધારકાર્ડ, જન્મપ્રમાણ પત્ર, બેંકની પાસબુક વગેરે જેવા પુરાવવા હોવા જરૂરી છે.

વધુ માહિતી મેળવવા શું કરવું 
આંગણવાડી, તાલુકા વિકાસ કચેરી, જિલ્લામાં મહિલા અને બાળવિકાસની કચેરી પરથી તમામ માહિતી અને તપાસ અર્થે તમે સંપર્ક કરી શકો છો.      



Google NewsGoogle News