Get The App

ભાડેથી કે અન્ય રીતે ફોરવીલર પડાવી લેતી ગેંગનો સાગરીત અઢી વર્ષ બાદ ઝડપાયો

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
ભાડેથી કે અન્ય રીતે ફોરવીલર પડાવી લેતી ગેંગનો સાગરીત અઢી વર્ષ બાદ ઝડપાયો 1 - image

Vadodara : કોઈપણ રીતે ફોરવીલર વાહન મેળવી પરત નહીં કરી છેતરપિંડી કરતી ટોળકી સાથે સંકળાયેલા એક વોન્ટેડ આરોપીને અઢી વર્ષ બાદ પોલીસે ઝડપી પાડ્યો છે.

સરસિયા વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મુસ્તાક ઉર્ફે બોક્સ વાલા જુમ્માભાઈ શેખ (દરબાન ફળિયુ યાકુતપુરા, હાલ રહે. બૈતુલ અહત ગોરવા) નજરે પડતા પોલીસે તેની પૂછપરછ કરી હતી.

આરોપી ગોરવા તેમજ બોડેલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફોરવીલરની ઠગાઈના બે ગુનામાં સંડોવાયો હોવાની વિગતો ખુલતા પોલીસે બંને પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. આ પૈકી ગોરવા પોલીસ સ્ટેશનમાં એક ફોરવીલર વેચાણ લીધા બાદ તેના 7.85 લાખના હપ્તા ભરપાઈ નહીં કરવાના અને કાર પરત નહીં કરવાના ગુનામાં સંડોવણી ખુલ્લી હતી. આ ગુનામાં અન્ય પણ બે લોકો સાથે ઠગાઈ થઈ હતી.

આવી જ રીતે બોડેલી પોલીસ સ્ટેશનમાં પણ ભાડે લઈને કાર વગેરે કરવાના તેમજ કારની ચાવી લઈ કારવગે કરવાના ગુનામાં પકડાયેલા આરોપીઓની સાથે પકડાયેલા મુસ્તાકની સાઠ ગાંઠ હોવાનું ખુલ્યું હોવાથી ક્રાઈમ બ્રાન્ચે બંને પોલીસ સ્ટેશનને જાણ કરી છે.



Google NewsGoogle News