ગુજરાત એસટી વિભાગને દિવાળી અને ધોકો ફળ્યો, વડોદરા ડિવિઝનને થઈ લાખોની આવક
Vadodara ST Bus Department Profit : ગુજરાતના વિવિધ શહેરોમાં રોજગાર માટે પલાયાન થયેલા લાખો લોકો દિવાળી તહેવાર દરમિયાન પોતાના વતન પરત ફરે છે. આ દરમિયાન રાજ્યમાં ચાલતી એસટી વિભાગની બસોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળતી હોય છે. જેમાં વડોદરા એસટી વિભાગને દિવાળી અને ધોકો ફળતાં વડોદરા ડિવિઝનને લાખોની આવક થઈ છે.
ત્રણ દિવસમાં 21 લાખની આવક
દિવાળી તહેવાર ટાણે મુસાફરોને ધ્યાનમાં રાખને રાજ્યમાં વધારાની બસ દોડાવવામાં આવી છે, ત્યારે ક્વાંટ, દાહોદ, ગોધરા, છોટા ઉદેપુર, લુણાવાડા સહિતના વિસ્તારોમાં મુસાફરોનો વધુ ઘસારો હોવાથી વડોદરા સેન્ટ્રલ બસ ડેપો દ્વારા 50 વધારાની બસ દોડાવી હતી, જેમાં વડોદરા એસટી ડિવિઝનને દિવાળીમાં માત્ર ત્રણ દિવસમાં 21 લાખથી વધુ આવક થઈ છે.
વડોદરા એસટી વિભાગના ટી.ડી.ઓ.એ કહ્યું કે, ક્વાંટ, દાહોદ, ગોધરા, છોટા ઉદેપુર, લુણાવાડા સહિતના વિસ્તારોમાં કુલ 406 ટ્રીપ કરી. જ્યારે વધારાની દોડાવવામાં આવેલી બસોમાં 14 હજારથી વધુ મુસાફરોએ તેનો લાભ લીધો હતો.